હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 6 : આદ્યશક્તિની આરાધનાનાં પર્વ
નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. માઈભક્તો આ પર્વ દરમિયાન માતાજીનું
અનુષ્ઠાન કરવા માટે, તો યુવાનો
ગરબે ઘૂમવા આતુર દેખાઈ રહ્યા છે. નવરાત્રિના આ નવ દિવસ માત્ર આરાધના અને ભક્તિનું પર્વ
નથી, પરંતુ તે કચ્છનાં અર્થતંત્ર માટે પ્રાણ ફૂંકવા માટેની જીવંત મોસમ છે. નવલાં નોરતાં દરમિયાન કચ્છનું અર્થતંત્ર
પણ ગરબે ઘૂમતું હોય તેમ આ પર્વ સમયે કચ્છમાં એક અંદાજ મુજબ 100 કરોડ આસપાસનો મોટો કારોબાર
થતો હોય છે. - ચાર હજાર સ્થળે આયોજન : વિશાળ વિસ્તારમાં ફેલયેલાં કચ્છમાં લગભગ 400થી વધુ સ્થળે કયાંક નાના તો
કયાંક મોટા ભપકાદાર નવરાત્રિનાં આયોજન થાય છે.
ગરબાનાં આયોજનો, પરંપરાગત વસ્ત્રોની
ખરીદી અને ખાણી-પીણીના ધમધમાટથી બજારોમાં કરોડો નહીં અબજો રૂપિયાનો આર્થિક કારોબાર થતો હોવાનું આ ક્ષેત્ર
સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહ્યા છે. - આયોજન પાછળ મોટો ખર્ચ : નવરાત્રિનાં આગમન સાથે જ કાપડ બજાર અને
ફેશન ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો ઉછાળો જોવા મળે છે. કચ્છમાં ભુજ, ગાંધીધામ સહિતનાં સ્થળોએ ગુજરાત અને ગુજરાત
બહારથી આવતા ધંધાર્થીઓ ડેરાતંબૂ તાણી ચણિયાચોળી, વિવિધ પ્રકારની
ઈમિટેશન જ્વેલરી સ્હિતનું મોટાપાયે વેચાણ કરતા હોય છે. નાના પાયે થતા શેરી ગરબાનાં
આયોજનથી લઈ રોશનીથી ઝગમગતા મોટા ભપકાદાર ગરબીનાં
આયોજન પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. - હજારો લોકો માટે રોજગારી : નવલાં નોરતાંના આ પર્વ દરમિયાન પરંપરાગત ચણિયાચોળી, કેડિયા, એમ્બ્રોઇડરી વર્ક
અને હેન્ડલૂમ જ્વેલરી તૈયાર કરતા કારીગરો તથા બુટિક્સમાં નવરાત્રિના પર્વ અગાઉથી જ
ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. ઇવેન્ટ મેનેજમેન્ટ,
સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ ડેકોરેશન અને લાઈટીંગ વ્યવસાય
સાથે સંકળાયેલા હજારો લોકો માટે આ નવ દિવસો રોજગારીનું મોટું માધ્યમ બને છે. પાર્ટી પ્લોટ ઉપરાંત સોસાયટીઓમાં યોજાતા ગરબા મહોત્સવો
માટે અત્યાધુનિક સાઉન્ડ અને ડીજે સેટ ગોઠવા
ગરબાના પ્રશિક્ષકો એટલે કે કોરિયોગ્રાફર્સ અને ખેલૈયાઓને તાલીમ આપતા ક્લાસીસ
પણ આ સિઝનમાં સારો નફો રળી રહ્યા છે. - ખાણીપીણીના ધંધાર્થીમાં તડાકો : મોટા આયોજનો ઉપરાંત ફૂટપાથ પર પથારાવાળા
નાના વેપારીઓ, પૂજા સામગ્રી વિક્રેતાઓ
તેમજ દાંડિયા વેચનારાઓ ઉપરાંત ખાણીપીણીના ધંધાર્થીઓને
પણ રીતસરનો તડકો પડી જતો હોય છે. - દિવાળી સુધી જોવા મળશે : નવરાત્રી
પર્વ એ માત્ર ઉત્સવ નથી પરંતુ કચ્છ ફેસ્ટિવલ
ઇકોનોમીનો એવો મજબૂત આધારસ્તંભ છે, જે નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગો સુધી સૌના વ્યાપારમાં તેજી લાવે છે.
આ આર્થિક ધમધમાટ દિવાળીના તહેવારો સુધી બજારમાં સકારાત્મક માહોલ જાળવી રાખતો હોય છે - અબડાસામાં લાખોનો કારોબાર : અબડાસાન 72 ગામમાં લાખોનો કારોબાર અબડાસામામં ભાનુશાલી જ્ઞાતીનો મોટી વસ્તી
ધરાવતા 72 જેટલા ગામોમાં યોજાતા નવરાત્રી
ઉત્વમાં ભાગ લેવા દેશ-દેશાવજવર વસ્તા ભાનુશાલી સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં અહી
ઉમટી પડતા હોય છે. આ દરેક ગામમ થતા નવરાત્રીના આયોજનો રદમિયાન પ્રત્યેક ગામોમાં લાખોનો
કારોબર થાય છે. જેગ્રામીણ અર્થતંત્ર માટે સંજીવની સમાન બને છે.