ભુજ, તા. 31 : માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીનાં નેતૃત્વવાળી સરકારના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહએ સંસદમાં રજૂ કરવામાં
આવેલા પરીક્ષા સંશોધન બિલ નવા સુધારા સાથે ધ્વનિમતથી પાસ થયેલ છે. જેનાથી લાખો-કરોડો
વિદ્યાર્થીઓ જે પેપર લીકને કારણે અસમજ અને બીકનો ભોગ બનતા હતા તેમને સરકારની કડક કાર્યવાહીમાં
થયેલા પેપર લીક એમેન્ડમેન્ટ બિલથી ભરોસો અને હૈયાધારણ મળી છે. પરીક્ષા સંશોધન બિલથી
હવે પેપર લીક કરનારને 10 વર્ષની જેલ, રૂા. 10 કરોડ જેવો દંડ, સ્પેશિયલ ફાસ્ટ કોર્ટ બનાવવા, પ્રશ્નોપત્રોની સુરક્ષા, પરીક્ષા સંચાલન માટે દિશાનિર્દેશ,
પેપર લીક થાય તો આરોપી પાસેથી ખર્ચની વસુલાત અને સંપત્તિ જપ્ત કરવા સહિતની
જોગવાઈઓ રચાઈ, જે આવકારદાય છે.