• શનિવાર, 27 જૂન, 2026

રાયધણપર સામૂહિક હૂમલા સામે માંડવી તાલુકાના હિન્દુ સમાજે નોંધાવ્યો વિરોધ

માંડવી, તા. 26 : આ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાયધણપર ગામમાં થયેલા સામૂહિક હૂમલાના વિરોધમાં તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી ચાલુ રરાખવા માંગ કરાઈ હતી. તંત્ર દ્વારા તાત્કાલિક કરેલી કાર્યવાહીને બિરદાવતા સમાજે ગુનેગારોને કોઈ પણ સંજોગો ન છોડવા માંગ કરી હતી અને નોંધ્યું હતું કે, આ ગુનેગારો આ બનાવ અગાઉ પણ અનેક નાનામોટા ગુનામાં સપડાયેલા હોવાથી ભયમુક્ત ગુનેગારોને દંડીત કરવા ખૂબ જરૂરી બની ગયું છે. સામતસિંહ સોઢા, અજયભાઈ આસોડિયા, પ્રવિણસિંહ ચાવડા, જીગરભાઈ ધાયાણી, ઈશ્વરભાઈ દડધા, નીતીનભાઈ જોશી, નરોત્તમભાઈ ગોર, લખમીરસિંહ ડડવાલા, શાંતિલાલ ગણાત્રા, કિશોરભાઈ વાસાણી, અમિતભાઈ સોની, હેમાંગભાઈ કાનાણી, રમેશભાઈ રૂપાણી, હિતેષભાઈ શાહ, મહેન્દ્રભાઈ ગાંધી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Panchang

dd