માંડવી, તા. 26 : અહીના ત્રણ તાલુકાના ત્રિભેટે
બિરાજમાન નાના રતાડિયા સ્થિત શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરના જિર્ણોદ્ધાર નિમિત્તે
ગાદીપતિ મહામંડલેશ્વર 1008 કલ્યાણાનંદગિરિજી
ગુરુ ગિરિજાદત્તગિરિજી મહારાજના હસ્તે ભૂમિપૂજન,
ખાતમુહૂર્ત સંપન્ન થયાં હતા. દાતા અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ,
દુબઇ દ્વારા અર્થદાન વડે વીસેક કરોડના ખર્ચે આ તીર્થધામનું પુન: નિર્માણ
સાકાર કરાશે. દશનામ જૂના અખાડા સાધુ સમાજના આંતરરાષ્ટ્રીય સભાપતિ રહેલા બ્ર્રહ્મલીન
ગિરિજાદત્તગિરિજી મહારાજની તપોભૂમિનો એમના અનુગામી કલ્યાણાનંદજીની દૃષ્ટિ અને સૃષ્ટિ
થકી વિકાસની ક્ષિતિજો વિસ્તરી રહી છે. અદ્યતન અન્નપૂર્ણાગૃહ-ભોજનાલય, સત્સંગ હોલ, વિશ્રામ ગૃહ વગેરે સાકાર થયા પછી વૃદ્ધાશ્રમ
વગેરે નિર્માણાધીન તરફ ગતિશીલ છે. આ તીર્થસ્થળે અદ્યતન પુન: નિર્માણ (જિર્ણોદ્ધાર)
અર્થે ગાદીપતિ મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું
હતું. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના શામજીભાઇ નાકરાણી, વસંતભાઇ ભદ્રા,
બટુકસિંહ જાડેજા, બળદેવસિંહ જાડેજા, દાતા પરિવારવતી તાલુકા પંચાયતમાં સત્તાપક્ષના નેતા કીર્તિભાઇ ગોર, રણજિતસિંહ જાડેજા, ખુમાનસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હરિશચંદ્રસિંહ જાડેજા, ભરતભાઇ બોડા, દિલીપભાઇ શાહ, સંજયભાઇ ગોસ્વામી, ગબરુભાઇ રબારી, ચનુભાઇ સંઘાર, દશરથસિંહ
જાડેજા, ગોંડલના ક્ષત્રિય સમાજના મોભી ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા
સહિતના અગ્રણીઓ, આસ્થાળુઓ સહભાગી થયા હતા. આ અવસરે અભયસેનસૂરિ
મહારાજ સાહેબ (પાલિતાણા)ની નિશ્રા નસીબ થઇ હતી. 40'-1'' ઊચા શિખરબંધ મંદિરો ઉપરાંત
24'-9'' હાઇટવાળી મહાવિદ્યાઓની દેરીઓનું
નિર્માણ કરવાનું આયોજન જાણવા મળ્યું હતું.
અવાંતરે જગદગુરુ શંકરાચાર્યજી, વાસુદેવાનંદજી
સરસ્વતીની ઉપસ્થિતિમાં અને તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનભાગવતજીએ કથા
પારાયણમાં આશીર્વાદ આપતા સ્થળમાં ચૂંબકીય ધાર્મિકતાની અનુભૂતિ પ્રદર્શિત કરી હતી.