• શનિવાર, 02 મે, 2026

સંસ્થાના વિકાસ, સભ્યોના હિત અને સમાજસેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત

ભુજ, તા. 1 : ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખામાં વર્ષ 2026-2029 માટે નવી કારોબારી સમિતિની વરણી કરાઈ હતી તેમાં ચેરમેન તરીકે ધવલભાઈ આચાર્ય, વાઇસ ચેરમેન તરીકે વિમલભાઈ મહેતા, સેક્રેટરી તરીકે મીરાબેન સવાલિયા અને ટ્રેઝરર તરીકે સંજયભાઈ ઉપાધ્યાયની નિમણૂંક કરાઈ હતી.આ પ્રસંગે નવી સમિતિએ સંસ્થાના વિકાસ, સભ્યોના હિત અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ રહી કાર્ય કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. ગત કાર્યકાળ દરમિયાન સંસ્થાએ બ્લડ બેંક, ડિઝાસ્ટર ટ્રાનિંગ તેમજ ફર્સ્ટ એઇડ ટ્રાનિંગ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી અંગે જણાવતા ચેરમેન ધવલભાઈ આચાર્યએ ઉમેર્યું હતું કે, સંસ્થા દ્વારા સંચાલિત બ્લડ બેંકમાંથી કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વગર દર્દીઓને રક્ત અપાય છે અને જરૂર મુજબ હોસ્પિટલો સુધી પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ છે તેમજ કારોબારી સમિતિમાં ડો. ભાવેશ આચાર્ય, ગુજરાત સ્ટેટ પ્રતિનિધિ મુકેશભાઈ આચાર્ય, અરુણભાઈ જૈન, પરાગ લીઆ, રામજીભાઈ ઘેડા, હરીશ ગણાત્રા, સચિન ઠક્કર, હીરાલાલ સોની, રાજેન્દ્ર ઠક્કર, ધર્મેન્દ્ર કચ્છી અને દક્ષેશ ત્રિપાઠીનો સમાવેશ કરાયો હોવાનું યાદીમાં જણાવાયું હતું.  

Panchang

dd