ભુજ, તા. 1 : કુકમાની રહેવાસી અને હસ્તકલા
સંશોધક બંસરી સોનીની પ્રતિષ્ઠિત `ઇમ્પોર્ટ
એન્ડ નલ્લી ફેલોશિપ' માટે પસંદગી
કરવામાં આવી છે. 2025-27 સમય-ગાળા
માટે આ ફેલોશિપ હેઠળ 4 પ્રોજેક્ટ
પસંદ કરવામાં આવ્યા છે, જેમાં `અસલ ડ્રેપ્સ' તેમનો એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ ફેલોશિપ
માટે વિશ્વભરમાંથી 200થી વધુ ઉમેદવારોએ
અરજી કરી હતી. આ ફેલોશિપ એક વર્ષના સમયગાળાની છે અને તેમાં રૂા. 5.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવે
છે. બંસરી સોની આ ફેલોશિપ અંતર્ગત `અસલ ડ્રેપ્સ' નામના પોતાના સંશોધન પ્રોજેક્ટ પર કાર્ય કરશે. આ પ્રોજેક્ટ કચ્છની પરંપરાગત
વત્ર પરંપરાને માત્ર પહેરવેશ તરીકે નહીં, પરંતુ એક જીવંત સાંસ્કૃતિક
વારસા તરીકે સમજવાનો પ્રયાસ છે. બંસરી સોની છેલ્લા આઠ વર્ષથી શ્રૃજન ટ્રસ્ટના લિવિંગ
એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર, અજરખપુર સાથે રિસર્ચર તરીકે વિભાગ
સાથે સંકળાયેલા રહી ગ્રામ્ય હસ્તકલા સમુદાયો સાથે કામ કરી રહ્યા છે. તેમણે 350 ગામમાં સંશોધન અભ્યાસ કર્યો
છે. બંસરી સોની પ્રાગમહેલ આર્કાઇવ સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલા રહી કચ્છ ડેટા બેંકના
નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. ભુજના એલ.એલ.ડી.સી. ક્રાફટ મ્યુઝિયમમાં કાર્ય કરતા
કર્મચારી સ્ટાફ મિત્રોને એલ.એલ.ડી.સી. દ્વારા સમય સમયે ભારત અને વિદેશના જાણીતા ટ્રેનર્સ
અને એક્સપર્ટ દ્વારા વિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે.