• સોમવાર, 27 એપ્રિલ, 2026

અંજાર સુધરાઈની ચૂંટણીમાં 61.61 ટકા મતદાન

અંજાર, તા. 26 : અહીંની નગરપાલિકાની ચૂંટણીમાં 29 બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં  કુલ 53653 મતદાર પૈકી 33056 લોકોએ પોતાના મતાધિકારાનો ઉપયોગ કર્યો હતો. શાંતિપૂર્ણ  મતદાન વચ્ચે સરેરાશ કુલ 61.61 ટકા મતદાન  નોંધાયું હતું. સુધરાઈમાં  36 બેઠક પૈકી સાત બેઠક ઉપર ભાજપના ઉમેદાવારો બિનહરીફ ચૂંટાયા હતા . બાકીની 29  બેઠક માટે    શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલાં મતદાન મથકો ઉપર લોકોએ   મતદાન  કરીને લોકશાહીનો પર્વ ઊજવ્યો હતો.  ભારે રસાકસીભર્યા વોર્ડ નં.4 અને 8માં  નોંધાપાત્ર મતદાન  નોંધાયુ હતું, જ્યારે વોર્ડ નં.9માં સૌથી ઓછું મતદાન  થયુ હતું.  કેટલીક જગ્યાઓ ઉપર મતદાન મથકોમાં મોબાઈલ ફોન બહાર રાખવાના નિયમને લઈને મતદારો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના બનાવો  બન્યા હતા. એકંદરે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રાજકીય વિશ્લેષકોએ   આ ચૂંટણીમાં   ભાજપની બેઠકોમાં ઘટાડો અને કોંગ્રેસની બેઠકોમાં   વધારો થવાની શકયતાઓ વ્યક્ત કરી હતી. જો કેપરિણામના દિવસે લોકોનો  સાચો મિજાજ અને ચિત્ર સ્પષ્ટ થશે. અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ભાજપ ચૂંટણી ઈન્ચાર્જ ડેનીભાઇ શાહ, સહઈન્ચાર્જ વસંતભાઇ કોડરાણી, કિશોરભાઈ ખટાઉ ઠક્કર અને અશ્વિનભાઈ પંડયાએ આ ચૂંટણીમાં અંજારની જનતા જનાર્દન ફરી એક વખત ભાજપની જનકલ્યાણની ભાવનામાં વિશ્વાસ દાખવીને લોકોની સેવા કરવા પ્રચંડ બહુમતીથી ભાજપને ચૂંટશે અને તમામ બેઠકો પર ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તો બીજી બાજુ અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજાસિંહ વાઘેલા અને પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે તેમજ લોકોનો વિશ્વાસ કોંગ્રેસ પક્ષને મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.  

Panchang

dd