ભુજ, તા. 26 : ગઇકાલે રાતે અબડાસા તાલુકાની
મોથાળા ચેકપોસ્ટ પાસે બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં મુંબઇના એક પરિવારના પાંચ શખ્સ
ઘાયલ થયા હતા. મુંબઇનો પરિવાર પોતાની ગાડી લઇને જતો હતો, ત્યારે મોથાળા ચેકપોસ્ટ પાસે આગળ જતી ગાડીએ
યુ ટર્ન મારતાં બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહેન્દ્રભાઇ
કરશનભાઇ ભાનુશાલી (49), પ્રતાપ મોહનલાલ
કટારમલ (42), વર્ષાબેન મહેન્દ્રભાઇ ભાનુશાલી
(45), કનૈયાલાલ મહેન્દ્રભાઇ ભાનુશાલી
(24) અને પૃથ્વીભાઇ મહેન્દ્રભાઇ
ભાનુશાલી (21) (રહે. તમામ મુંબઇ)ને માથા, હાથ-પગ અને છાતીના ભાગે ઓછી-વત્તી ઇજા થતાં
તમામને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયાની વિગતો હોસ્પિટલની પોલીસ
ચોકીમાં જાહેર થઇ હતી.