• શનિવાર, 25 એપ્રિલ, 2026

બૂથો સુધી પોલિંગ સ્ટાફ પહોંચાડવા વહીવટી તંત્ર સજ્જ : 181 એસ.ટી. બસ વહીવટી તંત્રના હવાલે

ભુજ, તા. 24 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે કચ્છના 1896 જેટલાં બૂથ પર પોલિંગ સ્ટાફને પહોંચાડવા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રવિવારે એટલે કે 26મીએ મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણીમાં ફરજ પરના કર્મચારીઓને સોંપાયેલાં બૂથો પર પહોંચાડવા તેમજ ઈવીએમ મશીનો અને ચૂંટણીલક્ષી સામગ્રીઓ લઈ જવા અને મતદાન પૂર્ણ થયા બાદ ફરી તેમને પાછા લઈ આવવા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા 181 એસ.ટી. બસ પોતાના હસ્તગત કરી છે તો તંત્ર દ્વારા અન્ય ખાનગી વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ચૂંટણીનું જ્યાં મતદાન થવાનું છે, તેવા ગાંધીધામ મહાપાલિકામા 234, પાંચ નગરપાલિકના 284 તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના 1378 એમ કુલ 1896 બૂથ પર કચ્છમાંથી નવ હજાર જેટલો પોલિંગ સ્ટાફ, સાડાપાંચ હજાર પોલીસ સહિતના સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત ચાર હજાર ઈવીએમ મશીનોને લઈ જવા-આવવા માટે 180થી વધુ એસ.ટી. બસ ફાળવવા નિગમને સૂચના અપાઈ છે, તો અન્ય ખાનગી વાહનો પણ તંત્ર દ્વારા હસ્તગત કરાયાં છે. દરમ્યાન તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પર મૂકાયેલી એસ.ટી. બસોને બીજા દિવસે મતદાન પૂર્ણ થવા સુધી જેતે બૂથો પર રાખવામાં આવતી હોય છે, પરંતુ એસ.ટી.ના વિભાગીય નિયામકે આ બસો પૈકી નજીકના દાયરામાં આવતા બૂથો પર કર્મચારીઓ અને ઈવીએમ મશીનો તેમજ અન્ય સામગ્રી મૂકયા બાદ બસોને પરત આવી જવા મૌખિક સૂચના અપાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છેજે નિયમ વિરુદ્ધ છે. ત્યારે જો આ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ બને તો જવાબદારી કોની તેવો સવાલ એસ.ટી. વર્તુળોમાંથી ઉઠી રહ્યો છે. 

Panchang

dd