કાઠડા (તા. માંડવી), તા. 24 : કાઠડા ગામનો
ઐતિહાસિક `મીઠો કૂવો' માત્ર
પાણીનો સ્રોત નથી, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા
અને જીવનશક્તિનું પ્રતીક છે. ગામના લોકો માટે કૂવો વીરડી સમાન છે. આ કૂવો ધાર્મિક અને
આધ્યાત્મિક રીતે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. નારાયણનંદ સરસ્વતી બાપુ કાયમ આ કૂવાનું જ
પાણી પીવામાં ઉપયોગ કરતા હતા. વર્ષ 2019માં ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મનું શૂટિંગ દરમ્યાન ફિલ્મ
અભિનેત્રી સોનાક્ષી સાથેના પનિહારીનાં દૃશ્યો અહીં કૂવા ઉપર કચકડે કંડારવામાં આવ્યાં
હતાં. માહિતી મુજબ વર્ષો પહેલાં આ જ ગામના રહેવાસી ખેતશી લખમશીદાસ પોતાના કાકા તુલસીદાસજી
રવજી તથા મામી લીલામા સાક્ષી પૂરે છે. સ. 2028ના સ્વ. રણબાઈ મરૂ વડળના સ્મરણાર્થે હ. કરશન નારાણ મુરૂ તથા
સ્વ. હીરબાઈ પચાણ લાખાણી તથા ગ્રામજનોના સહયોગ અને પુનશી ભીમશી પાસ્તાની મહેનતથી જીર્ણોદ્ધાર
કરવામાં આવ્યો હતો. લોકોને કૂવાનું પાણી મળે અને તરસ છીપાય એ માટે તેવી વ્યવસ્થા બાબુભાઈ
(પબુભાઈ) કારિયા, નરસિંહભાઈ
કારિયા અને પુનશી શિવરાજ કાનાણી તથા ગ્રામજનોનો આર્થિક સહયોગ મળ્યો હતો. આજના સમયમાં
મીઠો કૂવો આપણને યાદ અપાવે છે કે, સાચી સમૃદ્ધિ પ્રકૃતિ સાથેના સંતુલનમાં છે. કૂવા માત્ર પાણી પૂરતું નથી,
પરંતુ પેઢીઓથી ચાલ્યા આવતા વારસાને જીવંત રાખે છે.