નલિયા, તા. 22 : નલિયા જિલ્લા પંચાયત ભાજપના
ઉમેદવાર મહાવિરસિંહ જુવાનસિંહ જાડેજાએ પ્રચાર ઝુંબેશ વેગવાન બનાવ્યો હતો. વિવિધ ગામોમાં
જઇ લોકોના પ્રશ્નનો જલદીથી ઉકેલવાની ખાતરી આપી હતી. સુથરી ગામે યોજાયેલી જાહેર સભામાં
લોકો ઉમટી પડયા હતા. ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજયી બનાવવાનો વિશ્વાસ આપ્યો હતો.
જેમાં લોકોએ પણ ભાજપમાં વિશ્વાસ રાખી અને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવા ખાતરી
આપી હોવાનું એક યાદીમાં જણાવાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર મહાવિરસિંહ
જાડેજાએ જણાવ્યું હતું કે, અબડાસાના છેવાડાના
ગામો સુધી વિકાસના કામ ..... રહ્યા છે અને હજુ પણ મળતા રહેશે. સુથરી તા.પંચાયતના ઉમેદવાર
તોસીફ મામધ સંગાર તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા મહામંત્રી ગોપાલ ગઢવી આમદ સંઘાર,
મામદ સંઘાર, સુમરા જાફર બુઢા, સુમરા અબ્દુલકરીમ સુમરા, અલનાભાઇ સંઘાર, મધરા હાસમભાઇ, યોગેન્દ્રસિંહ જાડેજા, જુવાનસિંહ ચાવડા, કનૈયાલાલ અબોટી, મજીદ સુમરા સલેમાન સુમારા, જાફર ગજણ ઇશા ગજણ,
મંધરા કમાલ સુમરા, બાપલા સુમરા હાજી આમદ હનીફ મંધરા,
સિરુ ઇભલા સાટી નુર મામધ, સંઘાર હાસમ, સંગાર હશન, યાકુબભાઇ, બબા શેઠ,
અસલમ શીરુ, પ્રાણજીવન ગોર, વિક્રમસિંહ ભાટી મહેન્દ્રસિંહ જાડેજા, આરીખાના સરપંચ
વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાવિરસિંહે પોતાના વિસ્તારના ગામોના પ્રચાર બાદ ડોર ટુ ડોર
પ્રચાર શરૂ કરીને લોકો તરફથી સમર્થન મળી રહ્યો છે તો સાંસદ વિનોદ ચાવડાએ પણ આ સમીક્ષા
કરરી હતી તો અહીંના ધારાસભ્ય પ્ર્રદ્યુમનસિંહ જાડેજાએ જિલ્લા પંચાયતના ગામોમાં પ્રચાર
કર્યો હતો. સાંસદ અને ધારાસભ્યે તાલુકામાં વિવિધ સ્થળે સમીક્ષા પણ કરી હતી પ્રવાસ દરમ્યાન
ભાજપે છેવાડાના વિસ્તારમાં કરેલા કાર્યો નલિયામાં તાજેતરમાં પ્રવેશદ્વારથી ફોરલેન રોડની
મંજૂરી મળી છે. ટાઉન હોલ હોય કે કોલેજની માંગ વર્ષો પછી ભાજપના સાશનનાં સ્વીકારવામાં
આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. પ્રચાર
દરમ્યાન ભાજપના તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો પણ સાથે રહ્યા હતા.