• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ભુજમાં ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 22 : ચેક પરત ફરવાના કેસમાં ભુજના આરોપી નીલેશ ઉમેશચંદ્ર વૈદ્યને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 12,26,300 વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી વિનોદ હરિરામ ડાભી અને આરોપી નીલેશ ઉમેશચંદ્ર વૈદ્ય વચ્ચે મિત્રતા હોઈ ધંધાકીય જરૂરિયાતના લીધે ફરિયાદી વિનોદ પાસેથી આરોપી નીલેશે રૂા. 12.51 લાખ લીધા હતા. જે પરત આપવા આપેલો ચેક પરત ફરતાં તા. 10/5/22ના કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ભુજના ચીફ જ્યુ.મેજિ.ની અદાલતે આરોપી નીલેશને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 12,26,300 વળતળ પેટે ફરિયાદીને છ માસ સુધી ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી મયૂર એ. પુરોહિત તથા પાર્થ એમ. પુરોહિત હાજર રહ્યા હતા. 

Panchang

dd