ગાંધીધામ, તા. 22 : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં વધુ એક વખત ડીરોકટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા
તપાસ આદરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા
છે. આ અંગે જાણવા મળતીછ વિગતો મુજબ આજે સવારથી ડી.આર.આઈની ટીમ ત્રાટકી હતી. ફેબ્રીકની કંપનીમાં જુની કાર્યવાહી સંદર્ભે તપાસ આદરવામાં આવી હોવાનું આધારભુત સુત્રો
. કાસેઝના વેરહાઉસમાં ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફેબ્રીક
આયાત કરાયા બાદ તેના ઉપરની ડયુટી ઓળવી જવાનો કારસો રચાયો હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીઆરઆઈ દ્વારા ફેબ્રીકના વિવિધ કન્ટેનરો અટકાવીને તેની તપાસ કરવામાં આવી છે. આ તપાસ હજુ ચાલુ હોવાથી સરકારી તિજોરીન કેટલું નુકશાન કરવાનો કારસો રચાયો છે તે સહીતની વિગતો હજુ સુધી સાંપડી નથી. વધુ એક વખત અમદાવાદની ટુકડી
દ્વારા કૌભાંડની તપાસ હાથ ધરાતા ડયુટી ચોરીનો કારસો રચતા શખ્સોમાં ભારે ફફડાટ પ્રસર્યો છે. કન્ટેનરોની તપાસ પુર્ણ
થયા બાદ ચોરીનો મોટો આંક બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે. દરમિયાન વધુમાં મળતી વિગતો મુજબ ડી
આર આઈ દ્વારા ફેબ્રિક ના 16 જેટલા કન્ટેનર
અટકાવવામાં આવ્યા છે. ફેબ્રિક ઉપર ડ્યુટી ઓછી છે પરંતુ પીયુ કોટેડ ફેબ્રીક ઉપર ડ્યુટી
વધુ માત્રામાં છે. અને તેમાંથી સોફા સીટ કવર સહિતની વસ્તુઓ બને છે. ઓર્ડિનરી ફેબ્રિક
જાહેર કરી તેમાં પિ. યુ કોટેડ ફેબ્રિક મગાવી ડ્યુટી ચોરી નું કારસ્તાન રચાયું હોવાનું
જાણકારો જણાવી રહ્યા છે.