નખત્રાણા, તા. 22 : રાજ્ય સરકારના માર્ગ-મકાન
(પંચાયત) વિભાગ હસ્તકના તાલુકાના વિવિધ ચાર ગામના મંજૂર થયેલા માર્ગ-પુલનાં નિર્માણ
કામો રૂા. 305.22 લાખના ખર્ચે થશે. આ વિકાસકામોનું
ખાતમુહૂર્ત મુખ્ય મહેમાન અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે વિવિધ ક્ષેત્રના
લોકપ્રતિનિધિ, પદાધિકારીઓ તથા સરપરા અગ્રણીઓ,
સામાજિક સંસ્થાઓના આગેવાનો તથા ગ્રામજનોની હાજરીમાં કરાવ્યું હતું. અબડાસા
વિધાનસભા ક્ષેત્રના અબડાસા, નખત્રાણા, લખપત
તાલુકામાં ભૂતકાળથી વિકાસકામોની ભૂખ ભાંગી છે. કયારેય નથી થયા એવા કલ્પના બહારના રસ્તા,
પુલ, શિક્ષણ, આરોગ્ય,
પાણીપુરવઠા, આવાસ સહિતનાં કામો થયાં છે અને હવે
મારા ધારાસભ્યપદના બાકી રહેતાં બે વર્ષના સમય સુધી વિકાસકામોની વણજાર અવિરત ચાલુ રહેશે
અને એક પણ વિકાસનું કામ બાકી નહીં રહે. એમ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું.
આરંભમાં ન. તા. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે સ્વાગત પ્રવચનમાં નજીકના સમયમાં ભુજથી
નખત્રાણા ચાર માર્ગીય રોડ તથા નખત્રાણાથી છેવાડાના સરહદી નારાયણ સરોવર સુધીના ચારમાર્ગીય
રસ્તાનું કામ શરૂ થશે તેમ કહ્યું હતું. રામપર (સરવા) એપ્રોચ રોડ રૂા. 94.14 લાખ ખર્ચનું કામ ઉખેડા-કાદિયા
વચ્ચેના રસ્તે નાળાનું કામ તથા આધોછની ગામથી દેવપર સુધી રૂા. 124.90 લાખના ખર્ચે રસ્તા કામ ઉપરાંત
પાલનપુર-બાડી એપ્રોચ રોડ રૂા. 30.99 લાખના ખર્ચ
કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરાયા હતા. વિવિધ ગામોના
ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં પ્રાસંગિક વક્તવ્ય આપતા ક.જી.ખ.વે. સંઘના પ્રમુખ લાલજીભાઈ
રામાણી, પૂર્વ તા.પં. પ્રમુખ જયસુખ પટેલ, ખેંગારભાઈ રબારી (પ્રમુખ બ.પંચ. જિ. મોરચો), મહેન્દ્રસિંહ
જાડેજા (કાદિયા), ઉત્પલસિંહ જાડેજા (કા. ચેરમેન, તા. પં. નખત્રાણા) દિલીપભાઈ નરસેંગાણી, લધારામભાઈ લીંબાણી
(પૂર્વસરપંચ, વિથોણ) સહિતનાએ લોકોની ભલાઈનાં કામની સરાહના કરી
હતી. પૂર્વ તા.પં. પ્રમુખો જયસુખભાઈ પટેલ, ભાવનાબેન પટેલ,
તા.પં. કા. ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, તા.ભાજપા
મહામંત્રીઓ હરિસિંહ રાઠોડ, અશ્વિનભાઈ સોની, લાલજીભાઈ રામાણી, દિનેશભાઈ વાઘેલા, ખેંગારભાઈ રબારી, દિલીપભાઈ લધારામ લીંબાણી, તુષારભાઈ ગોસ્વામી (સરપંચ, ઉખેડા), બહાદુરસિંહ જાડેજા (સરપંચ, નેત્રા), હર્ષભાઈ સુથરા - કાદિયા, ભગવાનદાસ ઠક્કર, સરપંચ વિમળાબેન પટેલ, રાજેન્દ્રભાઈ (ઉપસરપંચ),
વાલજી દાફડા, મંગેશભાઈ યાદવ, રામજીભાઈ બળિયા, ગોમતીબેન પટેલ (સરપંચ), યોગેશભાઈ યાદવ, માનસંગજી જાડેજા, ડાયાભાઈ પટેલ, શાત્રી ભાવેશ જોશી, શાત્રી રમેશ મારાજ (નેત્રા), લીલાબેન રંગાણી,
કરશનભાઈ રંગાણી, ભરત મારાજ, કુંભાર હાજી ઉમર, મનજી બામણિયા, ભરત મારાજ, નીતિનભાઈ દરજી, રમેશભાઈ
ભગત સરપંચ (આધોછની) હાજર રહ્યા હતા. કાદિયા ગામે સંચાલન, આભારવિધિ
વિનોદભાઈ પ્રજાપતિએ કરી હતી.