• બુધવાર, 25 માર્ચ, 2026

મોટા ભાડિયાની ખેલાડીની એશિયન ગેમ્સ માટે ભારતીય કબડ્ડી ટીમમાં પસંદગી

કોડાય (તા. માંડવી), તા. 24 : જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય કબડ્ડી ટીમના નેશનલ કેમ્પ માટે માંડવી તાલુકાનાં મોટા ભાડિયાની કુ. સભાઇ ગઢવીની પસંદગી કરાઇ હતી. સભાઇ માંડવીની ગોકુલ આર્ટસ કોલેજની વિદ્યાર્થિની છે.ગઢવી સભાઇ 12મા ધોરણમાં ભણતા હતા, ત્યારે ઇજાગ્રસ્ત થયા હતા તેમ છતાં મક્કમ મનોબળ સાથે ભારત માટે રમવાની ઘેલછાએ સફળતાનાં શિખર સુધી પહોંચાડી છે. સફળતા બદલ માતા-પિતા, શાળા તેમજ કોલેજના શિક્ષકોએ ગર્વ વ્યક્ત કર્યો હતો. કુ. સભાઇને અરુણભાઇ આસર (યુપીએલ), દિપેશભાઇ શ્રોફ (એગ્રોસેલ), ચેતનભાઇ શાહ (સુમિટોમો), સંદીપભાઇ સંપટ (ગુડબ્રિક), અરવિંદભાઇ ટોપરાણી (મસ્કત), કપિલભાઇ ટોપરાણી (મસ્કત), દુષ્યંતભાઇ લાયજાવાળા (નિકો એગ્રો), સુધીરભાઇ તેજપાલ (ચેરમેન-જીટી ચેરિટીઝ), અરવિંદભાઇ વેદ (કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી), કૌશિકભાઇ ગોકુલગાંધી (ટ્રસ્ટી), પ્રવીણભાઇ પોપટ (કોલેજના ડાયરેક્ટર), સ્ટાફે બિરદાવી હતી. 

Panchang

dd