ભુજ, તા. 24 : ગ્રાહક સેવામાં અગ્રેસર એવી
ધી ભુજ મર્કેન્ટાઈલ બેન્કે વર્ષ :2025-26 દરમિયાન 1000 કરોડનો વ્યવસાય
લક્ષ્યાંક હાંસલ કરવાના ઉપલક્ષમાં ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર
પ્રજ્ઞાબેન ડાભી, `કચ્છમિત્ર'ના તંત્રી દીપકભાઈ માંકડ, અગ્રણી નારાણજી કે. જાડેજા, ભાનુભાઈ ઠક્કર, ભુજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોર, મનીષ મોરબીઆ,
આમોદ બેન્કના ચેરમેન કેતનભાઈ પટેલ, મુંબઈથી માવજીભાઈ
ગાલા, વેપારી અગ્રણી વિરેન શાહ વિ. ઉપસ્થિત રહ્યા હતા. બેન્કના
ફાઉન્ડર ચેરમેન સી.એ. મહેન્દ્રભાઈ મોરબીઆએ જણાવ્યું હતું કે, ટૂંકા ગાળામાં 1000 કરોડનો લક્ષ્યાંક
હાંસલ કરવાની સાથે રાજ્ય બહાર ફલક વિસ્તારી બેન્કે બાર બ્રાન્ચો શરૂ કરી હરણફાળ ભરી
છે. આ અવસરની ઉજવણીના ભાગરૂપે બેન્ક દ્વારા સ્ટાફ,
ખાતેદારો, ડાયરેકટર્સ અને શુભાચિંતકો માટે યોજાયેલા
ભવ્ય કાર્યક્રમ માટે સૌને અભિનંદન આપ્યા હતા. સીએ મોરબીઆએ વધુમાં જણાવ્યું હતું કે,
2001ના ધરતીકંપ દરમ્યાન બેન્કનું
માનવતાવાદી યોગદાન રહ્યું છે. બેન્કે સામાજિક રાહત કાર્યો માટે અંદાજે 3 કરોડનું યોગદાન આપીને સમાજ પ્રત્યેની પોતાની
જવાબદારી દર્શાવી હતી. કોરોનાકાળ દરમ્યાન બેન્કે વેપારી વર્ગને મદદ કરવા 4 ટકાના વાર્ષિક વ્યાજદરથી રૂપિયા બે લાખ
સુધીની આત્મનિર્ભર લોન 1800 વેપારીઓને
આપી સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. બેન્કની પ્રગતિ વિશે માહિતગાર કરતાં
જનરલ મેનેજર સી.એ. સ્મિત મોરબીઆએ જણાવ્યું હતું કે,
આજે આપણે એક મહત્ત્વપૂર્ણ સિમાચિહ્નની ઉજવણી કરી રહ્યા છીએ, આ સિદ્ધિ ગ્રાહકોના વિશ્વાસ, ટીમના સમર્પણ ભાવ અને સૌના
સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યું છે. સૌનાં સમર્થન અને સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો.
સી.એ. સ્મિત મોરબીઆએ જણાવ્યું હતું કે, બેન્કનું વિઝન 2030 સુધીમાં 5000 કરોડ બિઝનેશનો લક્ષ્યાંક પૂરો
કરવાનું છે. બન્ક ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ છે. ગ્રાહક સેવા અને સિક્યોરિટીમાં હંમેશાં
બેન્ક અગ્ર રહી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. આ સમારોહમાં બેન્કના ઉત્કૃષ્ટ ગ્રાહકોનું
જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સાથે `શ્રેષ્ઠ કર્મચારી'નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતની 300 સ્કૂલ-કોલેજોમાં સર્વ પ્રથમ
નંબર મેળવનાર બી.એમ.સી.બી. નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ જાહેર સન્માન કરાયું
હતું. સમાજમાં સંદેશ આપતું મુંબઈનું સસ્પેન્સ નાટક `એકલવ્ય' રજૂ કરવામાં
આવ્યું હતું. `કળિયુગમાં
અંગૂઠો કાપીને નહીં, અંગૂઠો બતાવીને
બનાય એકલવ્ય'ના સૂત્રને લઈને આ નાટયપ્રયોગ યોજવામાં આવ્યો હતો. બીએમસીબી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશસ્તુતિ
રજૂ કરાઈ હતી. બીએમસીબી નર્સિંગના કોલેજના વિદ્યાર્થીઓ, વર્ધમાન
વિદ્યાલય, સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
યોજવામાં આવ્યો હતો, જેમાં `ઓપરેશન સિંદૂર'ની થીમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આસિ. જનરલ મેનેજર નરેન્દ્ર
શાહ સાથે યોગેશ ગોર, ભદ્રેશ યાદવ, કપિલ
ધકાણ વિ.એ જહેમત ઉઠાવી હતી. બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ અંબિકા ચંદ્રન,
બીએમસીબી સ્કૂલના પ્રિન્સિપાલ ગુલશનબેન દ્વિવેદી, વર્ધમાનનગર સ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન પંડયા, સંસ્કાર
સ્કૂલ એન્ડ કોલેજના કિરીટભાઈ કારિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ ગોરડિયા પ્રસ્તુત,
ભરત નારાયણદાસ ઠક્કર અને `અમરદીપ' નિર્મિત,
વિપુલ મહેતા લિખિત-દિગ્દર્શિત `એકલવ્ય'
નાટકમાં કૃતિકા દેસાઈ અને મેહુલ બૂચે અભિનય કર્યો હતો. પૂર્વ ચેરમેન
વિરેનભાઈ શાહ, મુંબઈના ડાયરેકટર્સ સી.એ. નીતિન મારૂ, સી.એ. નિલમ શાહ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સી.એ. કૃણાલ કિરપેકર,
નીતિન સંઘવી, જનરલ મેનેજર રીટાબેન શાહ,
નંદલાલ ગોયલ, વિવેક પંડયા, બેન્કના એ.જી.એમ. પનીશ શાહ, નિમિષ વૈષ્ણવ, સિનિયર મેનેજર હિતેશ માણેક, સી.એ. ધૃતિ મોરબીઆ,
મેનેજર્સ વિનિશા બિલંદાણી, બિરેન શુકલા,
વિક્રમ ભટ્ટ, ગોપાલ પંચોલી, બિન્દી શાહ, વૈભવી શાહ, પ્રિયંકા
જોબનપુત્રા, અભિષા જોષી, અલ્પેશ વ્યાસ,
ધૈર્ય છાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.