ગાંધીધામ, તા. 24 : શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી
વિસ્તારમાં દુકાનમાંથી રૂા. 19,800ના શરાબ સાથે
શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. શહેરના મહેશ્વરી નગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાપા
સીતારામ ટાઇલ્સવાળી શેરીમાં આવેલી એક દુકાનમાં પોલીસે આજે સાંજે દરોડો પાડયો હતો. આ
દુકાનમાં અમિત ડાયાલાલ લોંચાણી (વણકર) નામનો શખ્સ દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની
પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી. આ દુકાનમાં ખાટલા નીચેથી મોંઘી વોડકા 750 એમએલની 22 બોટલ કિંમત રૂા. 19,800નો શરાબ જપ્ત કરાયો હતો તેમજ
આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે ક્યાંથી અને કોની પાસેથી દારૂ લાવ્યો હતો
તે બહાર આવ્યું નહોતું.