ભુજ, તા. 24 : તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા જીવદયા નિમિત્તે માધાપર ખાતે ગુજરાતના
હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય દરબાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા સાંસદ વિનોદભાઈ
ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત અધિકારી નારણભાઈ વેલાણી તેમજ કચ્છ વિભાગના
સંઘચાલક હિમંતાસિંહજી વસણ, ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી,
ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પારૂલબેન કારા, જખમંદિર
ટ્રસ્ટના ટ્રસ્ટ્રી ચીમનભાઈ ગમારા, પ્રવીણભાઈ નંદુ, નરેશભાઇ શાહ, શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર,
ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઇ બરાડિયા, કવીઓ
મહાજનના પ્રમુખ જિગરભાઈ છેડા, વિનોદભાઇ સોલંકી, માવજીભાઈ સોરઠિયા, તથા કાર્યક્રમના સહયોગી દાતાઓ દ્વારા
કરવામાં આવ્યું હતું. તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ
-કરછના પ્રમુખ અને ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર દ્વારા સ્વાગત પ્રવચન તથા તેરા
તુજકો અર્પણ ટ્રસ્ટ સંસ્થા વિશેની કામગીરીની માહિતી આપી હતી. વર્ષોથી વિવિધ સેવાકીય અને ધાર્મિક તથા જીવદયાની
પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમાજના કલ્યાણ માટે અનેકવિધ સેવાકાર્યો
હાથ ધરવામાં આવે છે. સમગ્ર કચ્છ જિલ્લામાં
દુષ્કાળ, વાવાઝોડું, કોરોના, લંપી જેવી વિવિધ કુદરતી આપત્તિઓના સમયે માનવ, પશુ,
પક્ષી જીવ માત્રની સેવા સાથે પરોપકારનાં કાર્યો વર્ષોથી સંસ્થા દ્વારા
કરવામાં આવે છે એમ કહ્યું હતું. સેવાકાર્યો માટે 1,01,000ના દાતાઓ હિંમતલાલ માવજીભાઈ
ખંડોર, પંકજભાઈ યાદવ, તારાચંદભાઈ
જગશીભાઈ છેડા, માવજીભાઈ કરસનભાઈ સોરઠિયા, ચીમનભાઈ ગમારા, પંકજભાઈ કોઠારી, જિગરભાઈ શાહ ગ્રુપ, જયભાઈ શાહ ગ્રુપ, જગદીશભાઈ હાલાઈ એચજેડી કોલેજ,
છગનભાઈ સોની, અશોકભાઈ કેશવલાલ સંઘવી, મનીષભાઈ શશિકાંતભાઈ મોરબિયા, વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી,
યજુવેન્દ્રાસિંહ નિરંજનાસિંહ રાઠોડ, શ્રી આરતી
કન્સ્ટ્રક્શન - બરોડા (જયંતીભાઈ) તેમજ 51,000ના દાતાઓ રાધે રાધે ટ્રાન્સપોર્ટ (3 વર્ષ સુધી), પ્રકાશભાઈ ગોસ્વામી, હિતેશભાઈ
ઠક્કર (જલારામ ડેવલોપર્સ), હરિભાઈ ગાગલ તેમજ 25,000ના દાતાઓ દિલીપભાઈ ત્રિવેદી, જગતભાઇ વ્યાસ વગેરે જોડાયા હતા. ત્રણ વર્ષથી
દરરોજ અંદાજે 2500 જેટલી રોટલીઓ
બનાવી શ્વાન માટે અર્પણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં 25 લાખથી વધારે રોટલી શ્વાન માટે
બનાવી નિ:શુલ્ક વિતરણ કરી સેવાભાવી વ્યક્તિઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં મોકલવામા આવી
છે. દર ગુરુવારે અંદાજે 50 કિલો ચૂરમાના
લાડુ બનાવી શ્વાન માટે વિતરણ કરવામાં આવે છે.
વર્ષોથી ઉનાળામાં ગાયો માટે ઘાસનું વિતરણ કરવામાં આવે છે. જીવદયા કેન્દ્રને ત્રણ વર્ષ પૂર્ણ થતાં હાસ્યકલાકાર
ધીરુભાઈ સરવૈયા અને તેમના સાથી કલાકારો દ્વારા હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું
હતું. બહોળી સંખ્યામાં જીવદયાપ્રેમી ભાઇઓ -બહેનો જોડાયા હતા. ટ્રસ્ટના કાર્યકર્તા દાદુભા
ચૌહાણ, વિજયભાઈ રાજપૂત, રાણાભાઈ
ડાંગર, દીપક ડાંગર, કુલદીપાસિંહ ચૌહાણ,
ગિરધરાસિંહ વાઘેલા, પ્રકાશ શાહ, જીનેશ શેઠ, નિલય ગોસ્વામી, રાજેશ
ઠક્કર, વસંત સોની, કલુભા વાઘેલા,
નારણાસિંહ જાડેજા, ભરત ખરેટ, કરણાસિંહ ચૌહાણ, પૃથ્વીરાજાસિંહ ચૌહાણ, શક્તાસિંહ વાઘેલા, યુવરાજાસિંહ ચૌહાણ, પારસ વ્યાસ, વીનેશ શાહ, મહેશ ખંડોર,
દીપેશ મહેતા, મયૂર જોશી વગેરે અનેક કાર્યકરોએ સહયોગ
આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કેતન શાહે કર્યું હતું.