• બુધવાર, 25 માર્ચ, 2026

કોટડા (ચ.)-કુકમા માર્ગ પર માહિતી વગરના માઇલસ્ટોનથી લોકોને હાલાકી

કોટડા (ચ.) (તા. ભુજ), તા. 24 : ભુજ તાલુકાના કોટડા (ચકાર)થી કુકમા જતા માર્ગનું કરોડોના ખર્ચે નિર્માણ થયા બાદ આ માર્ગ આસપાસના 25 ગામને જોડતો મહત્ત્વનો માર્ગ બની ગયો છે. માર્ગ પર માઈલસ્ટોન તો લગાવવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને એક બાજુના ઘણા માઈલસ્ટોન પર કોઈ પણ પ્રકારની માહિતી લખવામાં આવી નથી. ગામના નામ કે અંતર દર્શાવતી વિગતો ન હોવાને કારણે લોકોમાં અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. માર્ગ કિનારે ઊભેલા માઈલસ્ટોન સંપૂર્ણ આ સ્થિતિને કારણે અજાણ્યા વાહનચાલકો માટે માર્ગદર્શન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોનું કહેવું છે કે, જો એક બાજુના માઈલસ્ટોન પર માહિતી જ નથી, તો તેનું કોઈ મહત્ત્વ રહેતું નથી.   

Panchang

dd