મુંદરા, તા. 24 : મુંદરામાં ભારત વિકાસ પરિષદ, મુંદરા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા
`બલિદાન દિવસ' નિમિત્તે અમર શહીદ ભગતાસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મશાલ રેલી યોજાઇ હતી,
જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વિવિધ સંસ્થાના
ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રેલીની સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો દ્વારા
પૂજનથી શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા
અને મુંદરા તા. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ મુકેશ ગોર વિ. હાજર રહ્યા હતા. અ. ભા. વિ.
પરિષદના કચ્છના અધ્યક્ષ ડો. ધ્રુવ પુરબિયા અને પરિષદ કચ્છ પ્રાંતના મહાસચિવ ભૂષણ ભટ્ટ
ઉપસ્થિત રહ્યા હતા. રેલી સ્વામિનારાયણ મંદિર મુંદરાથી શરૂ થઈ અને ખારવા ચોકમાં સમાપન
પામી હતી, જ્યાં વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. અશ્વિનભાઈ
દ્વારા ચકલી માટે પાણીનાં કૂંડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા
માટે પરિષદ મુંદરાના વિજયાસિંહ સોઢા તેમજ ટીમ સાથે સાથે મુંદરા પરિષદના મહામંત્રી મનોજ
પરમાર સાથે બીવીપીની ટીમ, મહિલા કન્વીનર સુરુચિબેન મોડ સાથે બહેનો
દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સંચાલન પરાગ સોમપુરા દ્વારા કરાયું હતું.