ભુજ, તા. 11 : એ.આઇ. અને સોશિયલ મીડિયાનો
યોગ્ય ઉપયોગ કરી ઉદ્યોગ સાહસિકો કઇ રીતે પોતાના વ્યવસાયને નવી ઊંચાઇએ લઇ જઇ શકે તે
માટે ભુજ-ગાંધીધામમાં એ.આઇ. માસ્ટરક્લાસનું નવતર પ્રકારનું ગણી શકાય તેવું આયોજન 13 અને 14 માર્ચે થવાનું છે. કચ્છમિત્ર-સૌરાષ્ટ્ર
ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ ચેમ્બર અને કચ્છ કોર્પોરેટ ફોરમના સહયોગથી આયોજિત થનારા માસ્ટરક્લાસમાં
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના નિષ્ણાતોને માણવા-સાંભળવાની અમૂલ્ય તક મળવાની છે. ઉદ્યોગ સાહસિકો
માટે આ મહત્ત્વની લર્નિંગ ઇવેન્ટ યાદગાર બની રહેવાની છે. આ ઇવેન્ટમાં માર્ગદર્શન આપવા
આવનારા અનુભવી નિષ્ણાતોનો પરિચય આ અહેવાલમાં પ્રસિદ્ધ કરાયો છે. - અભિષેક કર : સોશિયલ મીડિયાના બાદશાહ તરીકે જેમની ગણના
થાય છે એવા અભિષેક કર નાણાકીય શિક્ષણ આપવાનો અગ્રણી અવાજ બનવાની સાથે બજારની રણનીતિ
ઘડવામાં માહેર છે. રોકાણકારોને સચોટ માર્ગદર્શન આપવા સાથે જટિલ આર્થિક બાબતો અને બજાર
ગતિશીલતાની ગૂંચ ઉકેલવાનું માર્ગદર્શન આપતા રહે છે. 9 એક્સ ટેડેક્સ સ્પીકર, બેસ્ટ સેવિંગ ઓથર ઓફ સ્ટોક્સ એન્ડ લાઇફ,
સ્ટાર્ટઅપ અને ઇન્સ્ટિટયુશન માટે વિશ્વાસુ સલાહકાર હોવું તેમની મહત્ત્વની
ખાસિયત છે. 7 મિલિયનથી
વધુ ફોલોઅર્સ ધરાવતા અભિષેક કરે ભારતની સૌથી મોટી ફાઇનાન્સિયલ કોમ્યુનિટીની રચનામાં
મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમનું કાર્ય નાણાકીય ક્ષેત્ર અને રોકાણ પર વધુ કેન્દ્રિત
રહે છે. - અશોક કુંવરજી શાહ : વી. ટ્રાન્સ ગ્રુપના ચેરમેન અશોકભાઇ કુંવરજીભાઇ
શાહ સફળ ઉદ્યોગપતિ, સારા રણનીતિકાર
અને સફળ નેતૃત્વકાર છે. આર્થિકની સાથે તેઓ વિવિધ સામાજિક પ્રવૃત્તિમાં સતત રીતે જોડાયેલા
રહ્યા છે. જીતો એડમિનિસ્ટ્રેશન ટ્રેઇનિંગ ફાઉન્ડેશનના પેટ્રન ટ્રસ્ટી, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ ડાયરેક્ટર, જીતો બાય કુલિયા ચેપ્ટરના ચેરમેન, એશિયન-આફ્રિકન ચેમ્બરની
સલાહકાર સમિતિના સભ્ય, કચ્છ કોર્પોરેટ ફોરમના પૂર્વ પ્રમુખ સહતિનો
કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેમને રોલમોડેલ ફોર ટ્રાન્સપોર્ટ ઓનર્સ, ઉદ્યોગરત્ન, સીએટ ઇન્ડિયા, રોડ
ટ્રાન્સપોર્ટ એવોર્ડ મળી ચૂક્યા છે. અશોકભાઇની ગણના સુપર એચિવર્સ ઓફ કચ્છી જૈન કમ્યુનિટી
તરીકે થાય છે. જ્વેલ્સ ઓફ ગુજરાત બુકમાં તેમને માનભેર સ્થાન મળી ચૂક્યું છે. - મુકેશ દેઢિયા : મુકેશ દેઢિયા ગલિયા ભનશાલી સ્ટોક બ્રોકર્સ
પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર હોવાની સાથે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. 2004માં તેઓ સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ
પ્લાનર બની ચૂક્યા છે. તેઓ વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમમાં આર્થિક બાબતો અંગે પોતાના
વિચારો પ્રદર્શિત કરતા રહે છે. ફાયનાન્સિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ
લિમિટેડના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. વેલિંગકર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાં વિઝિટિંગ
ફેકલ્ટી તરીકે કાર્યરત છે. વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટયૂટમાં ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ તરીકે માર્ગદર્શન આપે છે. - માનસી વાય. ઠક્કર : માનસી વાય. ઠક્કર ફાઉન્ડર અને એમએસએમઇ ક્ષેત્રના અગ્રણી લીડર
છે. ટેડેક્સ સ્પીકર, એકોમ્પિલિફાઈડ
કી નોટ સ્પીકર, પોડકાસ્ટર હોવાની ખાસિયત ધરાવતા હોવાની સાથે નેતૃત્વનો
વિકાસ કરવાની સાથે કેમ્પસ મોટિવેશન તેઓ પૂરું પાડતા રહે છે. તેમના છ લાખથી વધુ યુવાનો
અને મહિલાઓ ફોલોઅર્સ છે, જેઓને તેઓ નેતૃત્વશક્તિની પ્રેરણા પૂરી
પાડે છે. કેમ્પસ મોટિવેશન માટે તેમને બેસ્ટ યંગ ડાયરેક્ટરનો એવોર્ડ પણ મળેલો છે. 32 પોડકાસ્ટ, 100થી વધુ કી
નોટ સ્પીચ કોર્પોરેટ ટ્રેઇનિંગ સહિતને માટે આપી છે.