• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

પ્રજાસત્તાક દિને રાષ્ટ્રગાથા રજૂ કરવા ભુજની આર.ડી. કન્યા વિદ્યામંદિરની ટીમને દિલ્હીનું તેડું

કેરા (તા. ભુજ), તા. 2 : કચ્છી લેવા પટેલ સમાજના સેવા પર્વ નિમિત્તે ભુજ ખાતે અભિવાદન સમારોહની રજૂઆતને 26 જાન્યુ. દિલ્હી પરેડમાં રાષ્ટ્રગાથા પ્રદર્શિત કરવા નવી દિલ્હીનું આમંત્રણ નાયબ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળ્યું છે. 200 છાત્ર, 10 જ મિનિટમાં લેવા પટેલ હોસ્પિટલની સ્થાપના, ભૂકંપ સમયની સેવા, 2010માં વિકાસ અને મેડિકલ કેમ્પનો ઇતિહાસ બાદમાં 2019થી 2023 કોરોના સામે અલાયદી વ્યવસ્થા સાથથે જિલ્લાનું પ્રથમ એવું સંજીવની ઓક્સિજન યુનિટ, ભુજના નરનારાયણદેવ મંદિર, મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની સેવા સામેલગીરી સહિતના મુખ્ય મુદ્દાને 22100 ચિત્ર દ્વારા ઇતિહાસ આકૃતિઓ સર્જી દૃશ્ય-શ્રાવ્ય તેમજ ત્રિપરિમાણ સાથે રજૂ કરનાર સમાજની માતુશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય, કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરના છાત્ર-છાત્રાઓના કૌવતને અલગ વિષય સાથે 26 જાન્યુ. પ્રજાસત્તાક પરેડમાં મિની સ્વરૂપે રજૂ કરવા આમંત્રણ અપાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયેથી લોકસંપર્ક અધિકારી મયૂર વ્યાસે સંસ્થાનો સંપર્ક કરી ગુજરાતની રજૂઆતમાં સહભાગી તરીકે છાત્રા-છાત્રાઓ સામેલ કરવા લાગણી વ્યક્ત કરી હતી. દિલ્હી પરેડ ખાતે ગુજરાતની વિવિધ શાળાઓના છાત્રો સામેલ થનાર છે. તે માટે ગાંધીનગર ખાતે 20 દિવસ પ્રેક્ટિસ કરાવાનાર છે. સમાજ સંસ્થા વર્ષોથી જુદી જુદી થીમ સાથે સામૂહિક રજૂઆત કરે છે જે સંગઠિત સમુદાયનો સંદેશ આપે છે. તે પૈકી આ કાર્યક્રમની થીમ ઉપરથી રાજ્યના સાંસ્કૃતિક અને યુવા પ્રવૃત્તિઓના વિભાગ તૈયારી કરે છે તે અનુસંધાને કચ્છની સંસ્થાને આમંત્રણ પાઠવાયું હોવાનું ગાંધીનગરથી જણાવાયું હતું. 

Panchang

dd