• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અંજારમાં 700 નંદીને શાકભાજી-લીલોચારો અપાયો

અંજાર, તા. 3 : દેવ દિવાળીના પાવન અવસરે અંજારની નંદી શાળામાં 700 નંદીને શાકભાજી-લીલોચારો અને પ્રસાદરૂપે ખોરાક આપવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓએ ગૌસેવા અન્નદાનનું મહત્ત્વ સમજતાં નંદીશાળામાં વિશાળ સેવાકાર્ય હાથ ધર્યું હતું. આ પ્રસંગે ત્રિકમદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તોને કરુણા અને ગૌસેવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો અને નંદી ભગવાન શિવના વાહન અને સેવા પ્રતીક છે. નંદીની સેવા એ શિવભક્તિ સમાન હોવાનું જણાવ્યું હતું. વૃંદાવન આશ્રમ ખાતે હજારો ભક્તોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભજન-કીર્તન દીપોત્સવ અને આરતીના સ્વરો ગૂંજી ઊઠતાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 

Panchang

dd