ગાંધીધામ, તા. 3 : રાજ્ય યોગ બોર્ડનાં માર્ગદર્શન
હેઠળ ગળપાદર જેલમાં આયોજિત શિબિરમાં બંદીઓને ધ્યાન,
પ્રાણાયામ અને યોગા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. શિબિર દરમ્યાન
રોજ કેદીઓને યોગાભ્યાસ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી, જેના પગલે શારીરિક તેમજ માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો અનુભવાયો હતો. યોગ
શરીર અને મન બંનેને શાંત કરે છે અને જીવનમાં નવી આશા અને દિશા મળે છે, તેવો કેદીઓએ અનુભવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
હેઠળ સંચાલન ટીમના મહેન્દ્રભાઈ કોટક, વર્ષાબેન ઠક્કર,
લાલાસિંહ ડાંગી, યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર
પૂજાબેન લાલવાણી, અધીક્ષક એમ.એમ. રબારી, સુબેદાર ધનરાજાસિંહ જાદવ, હવાલદાર રગનાથભાઈ પટેલ ઉપસ્થિત
રહ્યા હતા અને કેદીઓ સાથે યોગ પણ કર્યા હતા. આ પ્રસંગે ઝોન-10ના ઝોનલ કો-ઓર્ડિનેટર ધનાભા જડિયાએ કેદીઓને
માર્ગદર્શન આપ્યું હતું. કોચ જનાર્દન ભાઉ, દેવેન્દ્રભાઈ ઠક્કર, સંગીતાબેન, જીતુ કટારિયા, શ્રુતિ ઠક્કર, દિનેશભાઈ
ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.