• રવિવાર, 15 માર્ચ, 2026

તમામ સંપ્રદાયનું મુળ તો સનાતન

ગઢશીશા, તા.14 : ચંદુમાની હાજરીમાં સ્વ.વિજયભાઈ વલ્લભદાસ આડઠક્કરની સ્મૃતિમાં માતુશ્રી ઉષાબેન વિજયભાઈ આડઠક્કર, પુત્રો દિપકભાઈ આડઠક્કર અને હિરેનભાઈ આડઠક્કર અને હિરેનભાઈ આડઠક્કર દ્વારા કથાકાર જીજ્ઞેશ દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે જેમાં આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી જેમાં કચ્છ અને કચ્છ બહારથી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. કથા મંડપ પણ નાનો પડયો હતો અને કથા મંડપ સ્વયંસેવકો કથા વિરામ સુધી બેઠક વ્યવસ્થાનું સુચારૂ રીતે ગોઠવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વક્તા જીજ્ઞેશ દાદાએ  ભાગવતકથા કે કથા માત્રને જીવન જીવવાની પ્રેરણા આપતા ગ્રંથો જણાવ્યા હતા અને બાળકોને ટેકનોલોજીના યુગમાં શાત્રોનું જ્ઞાન આપવા પર ભાર મૂક્યો હતો. જૈન સંપ્રદાયના પ્રથમ તિર્થંકર વૃષભદેવની કથા વર્ણવી તમામ સંપ્રદાયોનું મુળ સનાતન ગણાવ્યું હતું. શનિવારથી કથામાં નૃસિંહ અવતાર, વામન અવતાર તગા સંક્ષીપ્તમાં  રામાયણ વર્ણવી રામ જન્મની વાત પણ કરી હતી. જાણીતા ભજનીક નિલેશ ગઢવી, દેવાયત ખવડ, બિન્દુબેન રામાનુજ તથા રમેશભાઈ જોશીની સંતવાણીનું આયોજન કરાયું હતું જેમાં થયેલી ઘોર જીવદયાની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાની જાહેરાત કરાઈ હતી.કથા દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજાઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલબટુકસિંહ જાડેજા, હિતેશભાઈ ખંડોરકિર્તીભાઈ ગોર, વિશાલભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર, કરણીસેનાના વિરભદ્રસિંહ જાડેજા, માધુભા જાડેજા, મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા વિગેરે રાજકિય-સામાજીક આગેવાનોએ હાજરી આપી હતી. કથા દરમ્યાન સ્વ.વિજયભાઈ આડઠક્કર પરિવાર દ્વારા ગૌસેવા, શ્વાનને રોટલા, પક્ષીને ચણ, કિડીયારૂં જેવી પ્રવૃત્તિ કરાઈ છે. 

Panchang

dd