• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

કુપોષણનાં કારણો સાથે આદતોમાં બદલાવ જરૂરી

દયાપર, તા. 21 : `ખોરાક એ જ દવા' પેષણ ઉત્સવ અંતર્ગત લોકવાણી તથા આઇસીડીએસ લખપતના સંયુક્ત ઉપક્રમે અહીં યોજાયેલા આરોગ્ય જાગૃતિ મેળામાં 250 મહિલા જોડાઇ હતી. કાર્યક્રમમાં લોકવાણી સંસ્થા ડાયરેક્ટર પ્રીતિ સોનીએ મેળાનો ઉદ્દેશ તથા લોકવાણીનો પરિચય આપ્યો હતો. સગર્ભા તથા બાળસંભાળ, મિલેટ, સરગવા તથા આંગણવાડીમાંથી મળતા પોષણ પેકેટથી બનતી વિવિધ વાનગીઓના સ્ટોલ, વિવિધ રમતો સહિત પરંપરાગત પદ્ધતિઓથી જાગૃતિ લાવવામાં આવી હતી. સગર્ભા મહિલાઓની ગોદભરાઇ, બાળકીનું અન્નપ્રાશન, વાનગી હરીફાઇમાં વિજેતા મહિલાઓને પ્રમાણપત્ર અપાયા હતા.અતિથિવિશેષ ખેંગારજી વેલુભા જાડેજાએ કુપોષણના કારણો તથા આદતોને બદલવા પર ભાર મૂકતાં લખપત તાલુકો કુપોષણ તથા ટીબીમુક્ત બને તે માટે તમામ પ્રકારના સહયોગની તૈયારી બતાવી  હતી. સીડીપીઓ શિલ્પાબેને ખમીરવંતી પ્રજાને પોષણની જરૂરિયાત દુ:ખદપૂર્ણ ગણાવી સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જુગરાજસિંહ, મામલતદાર સલીમ ડોડિયા, સુઝલોન ફાઉન્ડેશનના દિલીપભાઇ, સેતુ અભિયાનના ગોપાલભાઇ, લોકવાણીના ટ્રસ્ટી લતાબેન સચદે, આશા-આંગણવાડી વર્કર, મહિલાઓ, કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મીનાબેન રાજગોર, આશિયાના ખલીફા, આશા ગોરડિયા, જયશ્રી ગઢવી, મધુ ગોરડિયા, ભક્તિ બિજલાણી, આનંદ સોનીએ જહેમત ઉઠાવી હતી. આવકારવિધિ દક્ષા ગોરડિયા તથા આભારવિધિ મરિયમ ખલીફાએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd