• શનિવાર, 27 જુલાઈ, 2024

મુંદરામાં મદરેસાનો વાર્ષિકોત્સવ ઊજવાયો

મુંદરા, તા. 2 : હઝરત ઉમરશાબાબા કાદરી જમાલી ટ્રસ્ટ-મુંદરા દ્વારા ઉમરશાબાબા વાડી ખાતે પીર સૈયદ હાજી ઉમરશાબાબા જમાલી કાદરીની વરસી મુબારક તથા મદરેસાના વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આન મજીદથી જામા મસ્જિદના હાફીઝ ફૈઝાન રઝા સાહેબે કરી હતી. પીર સૈયદ ઉમરશાબાબા મદરેસાના મુખ્ય શિક્ષક મૌલાના અશ્ફાકે મદરેસાનો ટૂંક પરિચય આપતાં કહ્યું કે, 170 બાળક દીની-દુન્યવી તાલીમ મેળવી રહ્યા છે. મદરેસામાં કુર્આન મજીદની તાલીમ લેતા બાળકોની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઇનામ તેમજ પ્રોત્સાહક રોકડ રકમ અપાય છે. જે બાળકો ભણવામાં હોંશિયાર છે, પણ આર્થિક સ્થિતિને કારણે ભણી શકે તેમ હોય તેવા વિદ્યાર્થીઓને હાજી સલીમભાઇ જત તરફથી જરૂરી મદદ કરવામાં આવે છે. 150 વિદ્યાર્થીને ચોપડા, નોટબૂક, કંપાસ બોક્સ, કલર તેમજ સ્કૂલ સ્ટેશનરી મફત આપવામાં આવી છે. મુખ્ય મહેમાન હાજી અબ્દુલરહીમભાઇ ખત્રી, નઝીબભાઇ અબ્બાસી, સિરાજભાઇ મલેક, ઇમ્તિયાઝભાઇ?મોયડા, સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો ખત્રી હાજી અનવર ગાણીવાલા, હાજી ગનીભાઇ?માંજોઠી, મંધરા હાજી ઇસ્માઇલભાઇ, મંધરા હાજી નૂરમોહંમદભાઇ, હાજી રમજાનભાઇ ચાકી, હાજી અનવર ચાકી, હાજી અબ્દુલ્લાહ ચાકી, ઇર્શાદુલહક્ક બુખારી, હાજી ફકીરમામદ સમેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મગરીબ નમાજ બાદ રોજાદારો માટે ઇફ્તારનું આયોજન કરાયું હતું. સંચાલન મૌલાના ઇમરાન બારોઇવાલાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang