નવી દિલ્હી, તા. 2 : ભાજપ સંગઠનની
નવી ટીમનાં ગઠન બાદ હવે મોદી સરકારના કેબિનેટ વિસ્તાર અને ફેરબદલની ચર્ચા વધી છે. સંગઠનમાં
થયેલલા બદલાવો બાદથી મંત્રિમંડળમાં મોટાપાયે ઉલટફેરની અટકળો શરૂ થઈ છે. મંત્રિમંડળમાંથી
ઘણા દિગ્ગજોને રજા મળી શકે છે અને યુવા તેમજ નવા ચહેરાને એન્ટ્રી મળી શકે છે. મોદી
કેબિનેટમાં બદલાવ 2027ની વિધાનસભા
ચૂંટણીઓ અને 2029ની લોકસભા ચૂંટણીના સમીકરણોને
ધ્યાને રાખીને થઈ શકે છે. અહેવાલ અનુસાર રાજકીય આલમમાં ચર્ચા થઈ રહી છે કે કેન્દ્રીય
મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રમોશન મળી શકે છે અને નીતિન ગડકરીનું મંત્રાલય બદલવામાં
આવી શકે છે. આ ઉપરાંત 16થી 17 નવા ચહેરાને મંત્રીમંડળમાં
સ્થાન મળવાની સંભાવના છે. કહેવાય છે કે અમુક મંત્રાલય અંગે મંથન ચાલી રહ્યું છે. જો
કે આ વખતે કેબિનેટ ફેરબદલમાં મંત્રીનું પ્રદર્શન સૌથી વધારે મહત્ત્વપૂર્ણ બની રહેશે