નવી દિલ્હી, તા. 2 : ઓગસ્ટમાં
વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે પણ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ એક નવો વિક્રમ બનાવ્યો છે.
ચાર વર્ષમાં પહેલી વખત ઓગસ્ટમાં ચારધામ યાત્રામાં સૌથી વધુ યાત્રાળુઓ આવ્યા છે. આ વર્ષે
કુલ 2,31,518 યાત્રાળુઓએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને
યમુનોત્રીની મુલાકાત લીધી હતી. 1.25 લાખથી વધુ યાત્રાળુઓએ બદ્રીનાથધામની મુલાકાત લીધી હતી, જે સૌથી વધુ શ્રદ્ધાળુઓની સંખ્યા હતી. ત્રણ
વર્ષ પછી આ ઓગસ્ટમાં કેદારનાથમાં પણ સૌથી વધુ શિવભક્તો આવ્યા હતા. ઓગસ્ટ 2022માં, 2,67,000થી
વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી.