• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ગોવર્ધન પર્વત (અંજાર)ના વિકાસ માટે 13 કરોડ

અમદાવાદ,તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં આવેલાં પ્રાચીન, પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન સ્થળોના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે પ્રયાસ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા 10 મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે કરોડો રૂપિયાના મહત્ત્વાકાંક્ષી વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાતભરમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ) : કચ્છના ઐતિહાસિક અંજાર ખાતે પ્રવાસનને નવું આકર્ષણ આપવા ડેવલોપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત (સતાપર) પ્રોજેક્ટ અંતર્ગત રૂા. 12.98 કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધરાશે. આ ઉપરાંત અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ, મહીસાગર નદી ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા), શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ), શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી)જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ)વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર), શ્રી વાળીનાથ મહાદેવ મંદિર સોલાર પ્રોજેક્ટ, તરભ (જિ. મહેસાણા)માં વિકાસ માટે પણ રૂપિયા ફાળવાયા છે.  ગીર અને તેની આસપાસના સમૃદ્ધ કુદરતી પ્રદેશમાં પ્રવાસનને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે રૂા. 46.91 કરોડના તાતિંગ ખર્ચે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

Panchang

dd