• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ભુજમાં સાતમ-આઠમના મેળાને લઈ વાહન નિયમનનું જાહેરનામું જારી

ભુજ, તા. 2 : અહીંના હમીરસર કાંઠે યોજાનાર સાતમ-આઠમના લોક મેળાને લઈ વાહન નિયમનનું જાહેરનામું અમલી બનાવાયું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. વીઠાણીએ બહાર પાડેલા જાહેરનામામાં પાટવાડી નાકાથી મંગલમ ચાર રસ્તા, રઘુવંશીનગર ચાર રસ્તાથી ખેંગારપાર્ક, મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર પુલિયા, ટાઉનહોલથી એ ડિવિઝન પોલીસ સામેના ભાગે ઘનશ્યામ નગરથી હમીરસર તળાવ તરફના માર્ગને સોમનાથ મંદિર ત્રણ રસ્તા ખાતેથી બસ સ્ટેશનથી હમીરસર તળાવના માર્ગને ઓફ્રેડના મુખ્ય ગેટ સામેના ભાગેથી વાહન વ્યવહાર માટે બંદ કરાયો છે. બંધ કરાયેલા માર્ગ સામે પાંચ વૈકલ્પિક માર્ગો અવર-જવર માટે સુચવાયા છે આ જાહેરનામું 3/9 સવારે આઠ વાગ્યાથી તા. 4/9ના રાત્રે 11 વાગ્યા સુધી અમલી રહેશે.

Panchang

dd