• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

દીનદયાલ પોર્ટ અને ભીમાસરનાં ટર્મિનલમાંથી રેલવેને સાર્વધિક આવક થઈ

ગાંધીધામ, તા. 2 : માલ પરિવહન ક્ષેત્રે પશ્ચિમ રેલવે પ્રતિ મહિને નવા કીર્તિમાન હાંસલ કરે છે, તેમાં કચ્છ એરિયાનું વ્યાપક યોગદાન રહેતું હોય છે. ગત મહિનામાં કચ્છના બે ટર્મિલમાંથી રેલવેને સાર્વધિક આવક મળી હતી. ઓગષ્ટ મહિનામાં ટર્મિનલોમાંથી રેલવેને સાર્વધિક આવક થઈ છે. અંજાર તાલુકાનાં ભીમાસરમાં આર્ય ફ્રેઈટ ટર્મિનલમાં 9.85 કરોડની આવક થઈ છે. અગાઉ માર્ચ 2026માં 9.48 કરોડની આવક થઈ હતી. દીનદયાલ પોર્ટ ટર્મિનલ ખાતે 6.30 કરોડ અને નવકાર કોર્પોરેશનમાં 18.47 કરોડની આવક થઈ હતી. આ ઉપરાંત નવી છ કોમોડિટી થકી પણ સાર્વધિક આવક રેલવેને મળી છે. ભચાઉ તાલુકાનાં શિવલખા ખાતે કેએમટી એન્જિનીયરિંગ પ્રાઈવેટ લિમિટેડમાંનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓગષ્ટ મહિનામાં 365 લોંગ હોલ માલગાડીઓ દોડાવવામાં આવી હતી.

Panchang

dd