• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

મોદી-જિનપિંગ મળ્યા; શરીફ જોતા રહ્યા

નવી દિલ્હી, તા. 1 : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મંગળવારે શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાથ મિલાવ્યા હતા, ત્યારે ત્યાં જ  મુજૂદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મોઢાં જોતા રહી ગયા હતા. મોદીએ પાક વડાપ્રધાનને બોલાવ્યા પણ નહોતા અને તેમનાથી દૂર જ રહ્યા હતા. સમૂહ તસવીર માટે સાથે આવેલા નેતાઓમાં પણ મોદીએ જિનપિંગ, રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાથ મિલાવ્યા હતા. એસસીઓ શિખર સંમેલન દરમ્યાન ગલવાન ખીણ  સંઘર્ષ બાદ મોદી અને જિનપિંગ પહેલીવાર આમને-સામને થયા હતા. મોદીએ પોતાના વર્તનથી પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને એવો સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, આતંકવાદને પોષવા, પાળવાનું જારી રખાશે તો પાક સાથે વાત ભારત પણ નહીં કરે. સમૂહ તસવીર દરમ્યાન મોદી-શરીફ વચ્ચે કોઇ જાતની વાતચીત કે મુલાકાત થઇ જ નહોતી. બીજી તરફ ગલવાન ખીણ સંઘર્ષ બાદ ભારત અને ચીનના સંબંધોમાં  ઘણી તાણ સર્જાઇ હતી. એ જોતાં મોદી અને જિનપિંગનું એકમેકને હાથ મિલાવવું સંબંધમાં સુધારાનો સંકેત આપી ગયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd