• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ખાંડની સંગ્રહાખોરી સામે લાલઆંખ

નવી દિલ્હી, તા. 1 : તહેવારી મોસમ પહેલાં જ ખાંડ મોંઘી થતાં સામાન્ય માણસમાં ઉચાટ વચ્ચે ખાંડ જલ્દી સસ્તી કરવાની દિશામાં પ્રયાસો થવા માંડયા છે. કેન્દ્ર સરકારે સંગ્રહાખોરી રોકવા તેમજ તહેવારોથી પહેલાં કિંમતો કાબૂમાં કરવા ખાંડ વિક્રેતાઓ માટે સ્ટોકલિમિટ એટલે કે, જથ્થાની મર્યાદા ઘટાડવાનું એલાન કર્યું છે. ખાદ્ય મંત્રાલયના નવા આદેશ અનુસાર 15 સપ્ટેમ્બરથી ખાંડના વેપારી અને ડીલર્સ વધુમાં વધુ બે હજાર ક્વિંવટલ સ્ટોક રાખી શકશે. આ નવો નિયમ 30 નવેમ્બર, 2026 સુધી આખા દેશમાં અમલી રહેશે. નવા નિયમ મુજબ, ડીલર્સને હવે સ્ટોક મળવાની તારીખથી 30 દિવસ કરતાં વધુ સમય ખાંડ રાખવાની છૂટ નહીં હોય. એ સિવાય દેશભરમાં કોઇપણ સ્થળ પર એક સમયે બે હજાર કિંવટલથી વધારે ખાંડ રાખી શકાશે નહીં. કેન્દ્ર સરકારનો મુખ્ય હેતુ ખાંડની જમાખોરી અને સટ્ટેબાજી પર લગામ લગાવવાનો છે, જેનાં કારણે બજારમાં ખાંડ પૂરતાં પ્રમાણમાં અને યોગ્ય કિંમતે મળી શકશે. સરકારે દાવો કર્યો હતો કે, સંગ્રહખોરી પર કડક કાર્યવાહી સહિતનાં પગલાંઓનાં કારણે ખાંડની જથ્થાબંધ બજારમાં કિંમતો 20 ટકા જેટલી ઘટી ચૂકી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd