• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

વિકસિત ભારત માટે સપ્તશક્તિનું મોદીનું આહ્વાન

નવી દિલ્હી, તા. 16 : 80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું  ભાષણની શરૂઆત વંદેમાતરમ્ અને તિરંગાના ઉલ્લેખ સાથે કરતા. તેમણે કહ્યું હતું કે, આજે દરેક હૃદયમાં વંદે માતરમ્ ગુંજી રહ્યું છે, દરેક ઘરમાં તિરંગો છે અને દરેક મનમાં તિરંગો વસ્યો છે. દેશ નવા સંકલ્પો અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યો છે. આ દિવસ એટલા માટે પણ ઐતિહાસિક છે કે સ્વતંત્રતા પછી પહેલીવાર 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વંદે માતરમ્ ગુંજ્યું હતું. આ વર્ષે વંદે માતરમ્નાં 150 વર્ષ પૂર્ણ થવાનો અવસર પણ છે. 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે તેમણે મોદીએ સપ્તધારા એટલે કે સાત શક્તિધારાઓનું આહ્વાન કર્યું હતું. જેમાં મેન્યુફેક્ચારિંગ, કૃષિ, ટેક્નોલોજી, ગતિશક્તિ, સંરક્ષણ, ગ્રીન ઇકોનોમી અને સોફ્ટ પાવરનો સમાવેશ થાય છે. મોદીએ મહાત્મા ગાંધી સહિત તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાંતિકારીઓને નમન કરીને શરૂ કરેલા સંબોધનમાં સૌથી મોટો સંદેશ મોટા સપનાં જોવાનો હતો. મોદીએ ભારપૂર્વક કહ્યું કે હવે નાનાં સપનાઓથી કામ નહીં ચાલે. મોટા સપનાઓ વિચારસરણીનો વિસ્તાર કરે છે, ક્ષિતિજને વિશાળ બનાવે છે અને પ્રગતિની ગતિ વધારે છે જ્યારે સંકલ્પ મજબૂત હોય છે ત્યારે સંભાવનાઓ પોતે જ માર્ગ બનાવી લે છે.

Panchang

dd