• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

181 દિવસ બાદ કેદારનાથનાં કપાટ ખુલ્યાં : ભાવિકો ઊમટી પડયા

રૂદ્રપ્રયાગ, તા. 22 : ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારની સવારે આઠ વાગ્યે 181 દિવસ બાદ કેદારનાથધામનાં કપાટ વિધિવત્ ખોલાયાં હતાં. કપાટ ખુલતાં જ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામની કરાવી હતી. સેનાએ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવ્યાં હતાં. વૈદિક વિધિવિધાન સાથે પૂજા પ્રક્રિયા પૂરી થયા બાદ ભક્ત સમુદાય વિશાળ સંખ્યામાં બાબા કેદારનાં દર્શનાર્થે ઊમટી પડયો હતો. દરમ્યાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકની કચેરીએ ફાટા, સિરસી અને ગુપ્ત કાશીમાં સંચાલિત હેલિકોપ્ટર સેવાઓ પર નિયમોની અવગણના કરવા બદલ તાત્કાલિક અસરથી રોક મૂકી દીધી હતી. 

Panchang

dd