નવી દિલ્હી, તા. 8 : જાપાનના વડાપ્રધાન
સાનાએ તાકાઈચીના જોડાણે રવિવારે પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી.
કન્ઝર્વેટિવ નેતા સાનાએ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. આ મોટી જીત પર વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ તેમને વધામણી આપી હતી. મને વિશ્વાસ છે કે, આપના સક્ષમ નેતૃત્વમાં ભારત અને જાપાનની મિત્રતા
નવી ઊંચાઈ પર પહોંચશે, તેવું મોદીએ અભિનંદન આપતાં જણાવ્યું હતું.