• બુધવાર, 30 એપ્રિલ, 2025

ટ્રમ્પ આજે પુતિન સાથે વાત કરશે

મોસ્કો, તા. 17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે આવતીકાલે મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે. આપણે જોવા માગીએ છીએ કે, શું આ યુદ્ધ આપણે સમાપ્ત કરી શકીએ છીએ, મને લાગે છે કે, કાલે પુતિન સાથે આ મુદ્દે ચર્ચાનો સારો મોકો છે, તેવું ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું. બીજી તરફ, રશિયાના નાયબ વિદેશ પ્રધાન એલેકઝાન્ડર ગ્રુસ્કોએ જણાવ્યું હતું કે, નાટો દેશોએ યુક્રેનને સભ્યપદ નહીં આપે તેવું વચન આપવું પડશે. એ વાતથી કોઇ ફરક નથી પડતો કે, નાટો દળો કયાં સ્તર હેઠળ યુક્રેનમાં તૈનાત કરાયાં છે, તેવું તેમણે ઉમેર્યું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કી 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવ પર સહમત થઇ ગયા છે. હવે આવતીકાલે મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીતનાં પરિણામ પર સૌની મીટ છે. રૂસે નાટો દેશો સામે યુક્રેનને સભ્ય નહીં બનાવવાની શરત નજર સામે રાખતાં યુદ્ધનો અંત લાવવાની દિશામાં કાલની ચર્ચા મહત્ત્વ ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd