• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

મુંદરામાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ જબ્બે

ભુજ, તા. 28 : ગઇકાલે રાતે મુંદરાના પાવાપુરીમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. મુંદરા પોલીસે ગઇકાલે રાતે પાવાપુરી ચાર રસ્તા પાસે આવેલી ચાની હોટલ નજીકથી આરોપી કરણસિંહ જગદીશસિંહ જાડેજા (રહે. પાવાપુરી, મુંદરા, મૂળ સાંધવ, તા. અબડાસા)ને પોતાના આર્થિક ફાયદા સારું તેના મોબાઇલ ફોનમાં ફેસબૂક પર આવતી ઓનલાઇન એપ પરથી આઇ.ડી. વડે ક્રિકેટ મેચનો સટ્ટો (જુગાર) રમી-રમાડતા ઝડપી લેવાયો હતો, તેની આઇ.ડી.માં બેલેન્સ રૂા. 14,190 અને એક મોબાઇલ કિં. રૂા. 8000ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd