ભુજ, તા. 5 : નખત્રાણા તાલુકાના નેત્રામાં
ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. ગઇકાલે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં
હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, નેત્રાના
મફતનગરની શાળા પાછળ ઢેબા ઉપર તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડી
ગંજીપાના વડે જુગાર રમતા નાનજી દામજીભાઇ મારાજ, ડાયાલાલ વિશ્રામભાઇ
પરગડુ, હુશેન જુમા કુંભાર, સલીમ રમજાન મણિયાર,
હરેશ આચારભાઇ ક્વુંટ અને સલીમ મુસા સાટી (રહે. તમામ નેત્રા)ને રોકડા
રૂા. 5500ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો
દાખલ કરી કાર્યવાહી કરી હતી.