ગાંધીધામ, તા. 18 : ભચાઉમાં ક્રિકેટનો ઓનલાઈન જુગાર
રમતા શખ્સને પોલીસે પકડી પાડી મોબાઈલ જપ્ત કર્યો હતો. ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં રહેનાર
હર્ષદ મહેશ ઠક્કર નામનો શખ્સ જય માતાજી ચોક ખાતે જલારામ બેટરી નામની દુકાન ચલાવે છે.
આ શખ્સ દુકાન બહાર બેસીને મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે
પોલીસે અહીં છાપો માર્યો હતો. આ શખ્સને પકડી પાડી મોબાઈલની તપાસ કરાતાં તે ભારત-અફઘાનિસ્તાનની
મેચ ઉપર ઓલપેનલ ઈ.એક્સ.સી.એચ. 9 ડોટ કોમ વેબસાઈટમાં
ક્રિકેટ ગુરુ એપ ઉપર આઈડી મેળવી સટ્ટો રમી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેણે આ
આઈડી લતીફ અલારખ્ખા મંસુરી પાસેથી મેળવી હતી. પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 10,00નો મોબાઈલ જપ્ત કરાયો હતો.