ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર
અંગેની ત્રણ જુદી-જુદી કાર્યવાહી કરીને પાંચ મહિલા સહિત 10 ખેલીને ઝડપી પાડયા હતા. પકડાયેલા
આ લોકો પાસેથી કુલ રોકડ રૂા. 25,500 જપ્ત
કરાઈ હતી. કાર્યવાહીમાં છ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. આદિપુર સિંધુવર્ષા મકાન
નંબર 175 બહાર અમુક મહિલાઓ જુગાર રમવા
બેઠી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીંથી સ્તુતિબેન હસમુખ
પાદરિયા, જાનકીબેન કનૈયાલાલ કેશવાણી, પ્રેમિલાબેન અશોક આસનાની, ભગવતીબેન શામજી બારોટ તથા મુમતાઝબેન
ફકીરમામદ શેખને ઝડપી લેવાયા હતા. ગંજીપાના વડે જુગાર રમનાર આ મહિલાઓ પાસેથી રોકડ રૂા.
10,400 તથા પાંચ મોબાઇલ, કાર નંબર જીજે-12-એફસી-9667 તથા એક્ટિવા નંબર જીજે-39-એફ-6775 મળી એમ કુલ રૂા. 4,65,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
બીજી કાર્યવાહી રાપરના કાનમેરમાં જીવણી સતી માતાના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં
કરવામાં આવી હતી. અહીં પત્તા ટીંચતા છગન નાથા ચૌહાણ,
અશોક રામજી ગોહિલ તથા માવા ગેલા વાઘેલાને ઝડપી લેવાયા હતા. આ શખ્સો પાસેથી
રોકડ રૂા. 10,500 તથા
એક મોબાઇલ એમ કુલ રૂા. 15,500નો મુદ્દામાલ
જપ્ત કરાયો હતો. ત્રીજી કાર્યવાહી સામખિયાળી શાંતિનગર પ્લોટ વિસ્તાર, બ્રાહ્મણ સમાજવાડી નજીક, વિજય કારા મણકાની દુકાન સામે બાવળની ઝાડીમાં કરવામાં આવી હતી, બાવળની ઝાડીમાં જુગાર રમતા પ્રવીણ રામજી કોળી, જાવેદ
આદમ રાઉમાને ઝડપી લેવાયા હતા. જ્યારે નવીન બાબુ મણકા, સાબિર મુસા
ખલીફા, વિજય બાબુ મણકા, મહેન્દ્ર કોળી,
કલ્લુસિંઘ શીખ અને સાજણ કારુ કોળી નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા
હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 4600 જપ્ત કરાયા હતા.