• શુક્રવાર, 19 જૂન, 2026

કૈરવાઢમાં ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદે માટી ખનનથી પશુધનને જોખમ

નલિયા, તા. 18 : અબડાસાના કૈરવાઢ અને વડસર ગામ નજીક રેલવે લાઇનના કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર અને સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે. કૈરવાંઢ ગામના હાસમ લાણાએ આ અંગે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરી છે. ગૌચર અને સરકારી જમીનમાંથી માટીની ચોરી થતી હોવાથી ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે પશુધનને ચરવા જતાં ગંભીર ઈજાઓ થવાનો ભય છે. ગ્રામજનોએ સત્વરે આ ગેરકાયદેસર ખનન બંધ કરાવવા તંત્રને અપીલ કરી છે. 

Panchang

dd