ભુજ, તા. 17 : જિલ્લા કલેક્ટર, કચ્છનાં માર્ગદર્શન તથા નાયબ કલેક્ટર,
અબડાસા ચેતન પ્રજાપતિની સૂચના અનુસાર મામલતદાર એ. આર. નિનામા અને તેમની
ટીમ દ્વારા તેરા-નલિયા હાઈ-વે પર સાદી રેતી ખનિજ વહન કરતી ટ્રકને ઝડપી પાડવામાં આવી
હતી. ટ્રકને ઈસ્યૂ કરવામાં આવેલા રોયલ્ટી પાસનો સમય પૂર્ણ થયા બાદના સમયમાં ટ્રકમાં
ખનિજ ભરી વહન થતું હોઈ 10.05 લાખનો મુદ્દામાલ
સીઝ કરાયો હતો.