ભુજ, તા. 17 : આતુરતાના અંતે આજે ભુજ સુધરાઇની
ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં આગામી
અઢી વર્ષ માટે કારોબારી સહિત અલગ-અલગ સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરાઇ હતી.
પાણી, ગટર, બાંધકામ, રોડલાઇટ, સેનિટેશન સહિતની સમિતિના ચેરમેન નીમાતાં ભુજના
વિકાસને વેગ મળવા સાથે લોકસમસ્યાઓ ઉકેલાશે તેવી આશા સેવાઇ રહી છે. સત્તાપક્ષે તો તેમના,
તમામ પત્તાં ખોલી નાખ્યાં, પણ વિપક્ષે હજુ સુધી
વિપક્ષી નેતાની જાહેરાત કરી નથી, જેથી લોકપ્રશ્નોને પણ હજુ જોઇએ
તેવી વાચા મળતી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે, સૂત્રોમાંથી
પ્રાપ્ત માહિતી અનુસાર બેથી ત્રણ દિવસમાં જ વિપક્ષી નેતાની જાહેરાત કરાશે. ભુજ સુધરાઇ
ખાતે આજે ખાસ સામાન્ય સભા મળી હતી, જેના પ્રારંભે પ્રમુખ શીતલ
શાહે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. ત્યારબાદ તેમણે વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યનાં
નામની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત સાથી નગરસેવકોએ આવકારી નવનિયુક્ત
ચેરમેન-ચેરપર્સનને અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખના અધ્યક્ષસ્થાને રજૂ થયેલા ઠરાવનું
વાંચન મનુભા જાડેજાએ કર્યું હતું, જેમાં જણાવાયા મુજબ નગરપાલિકાના
કર્મચારીઓએ દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ મેળવવા હાઇકોર્ટમાં અપીલ કરાઈ હતી. ભુજ નગરપાલિકા
દ્વારા કર્મીઓને છઠ્ઠા પગારપંચનો લાભ અપાવવા માટે સેવા વિનિયમિત દરખાસ્ત કરવામાં આવી
હતી અને તેની કાર્યવાહી કરવા માટે મુખ્ય અધિકારીને અધિકૃત કરવા ઠરાવાયું હતું અને 43 કર્મીની શરતી સેવા વિનિયમિત
કરવામાં આવી. પાંચમું અને છઠ્ઠું પગારપંચ બાંધણીની ચકાસણી થઇ આવેલા કેસો અન્વયે તમામ
રકમોનું ચૂકવણું કરવા જણાવેલ, જે અન્વયે
મહેકમ શાખાને રૂા. આઠ કરોડ જેટલી રકમ સુધરાઇની નાણાંકીય સ્થિતિને ધ્યાને લઇ સમયાંતરે
હપ્તા બાંધણી કરી ચૂકવણું કરવાનું મુખ્ય અધિકારીને અધિકૃત કરવાનું ઠરાવાયું હતું. આ
ઉપરાંત એ.પી.એમ.સી.માં નગરપાલિકાના એક ચૂંટાયેલા સભ્યને સ્થાન અપાતું હોય છે. આ પદ
પર રાજેન્દ્રસિંહ જાડેજાનાં નામની જાહેરાત પણ મનુભાએ કરી હતી, જેને ઉપસ્થિતોએ વધાવી હતી. ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ મંચસ્થ રહ્યા હતા. ભુજ શહેર પ્રમુખ મીત ઠક્કર,
સુધરાઇના સત્તાપક્ષના નેતા ધર્મેશ ગોર, દંડક રૂપલ
ચાવડા તેમજ સત્તાપક્ષ-વિપક્ષના નગરસેવકો, સુધરાઇ સ્ટાફ ઉપસ્થિત
રહ્યો હતો.- વિવિધ સમિતિની રચના : કારોબારી સમિતિ - કમલ ગઢવી - ચેરમેન - જગત વ્યાસ - સદસ્ય - ચંદ્રેશ રબારી - સદસ્ય - ક્રિષ્નાબા જાડેજા - સદસ્ય - મયંક ઠક્કર - સદસ્ય - મનુભા જાડેજા - સદસ્ય - હસ્મિતાબેન ગોર - સદસ્ય - બાંધકામ સમિતિ - જગત વ્યાસ - ચેરમેન - રૂલ્સ એન્ડ
બાયલોઝ સમિતિ - હરેશ મહેશ્વરી - ચેરમેન - પ્રોપર્ટી ટેક્સ એન્ડ વસૂલાત સમિતિ - સાવિત્રીબેન જાટ - ચેરપર્સન - ટ્રાન્સપોર્ટ સમિતિ - પ્રશાંત ગોસ્વામી - ચેરમેન - સેનિટેશન સમિતિ - મનુભા જાડેજા - ચેરમેન - વોટર સપ્લાય સમિતિ - હિનાબેન ઝાલા - ચેરપર્સન - ગટર સમિતિ - દિલીપ હડિયા - ચેરમેન - રોડલાઇટ સમિતિ - મયંક ઠક્કર - ચેરમેન - સાંસ્કૃતિક સમિતિ - ગીતાબેન પટેલ -ચેરપર્સન - બાગ-બગીચા સમિતિ - જાવેદ માંજોઠી - ચેરમેન - ફાયર એન્ડ વોટર ટેન્કર સમિતિ - પ્રકાશ મહેશ્વરી - ચેરમેન - શોપ એન્ડ એસ્ટા. સમિતિ - મનીષાબેન સોલંકી