અંજાર, તા. 17 : નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાની કાર્યવાહી
કરવામાં આવી હતી. સુધરાઈ પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં
કારોબારી સમિતિના ચેરમેન તરીકે વિધિવત રીતે
પ્રકાશભાઈ રતિલાલભાઈ લોદરિયા, જાહેર
બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નીલેશગિરિ મોરારગિરિ ગોસ્વામી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે
તેજપાલભાઈ એમ. લોચાણી, વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે
અમિતભાઈ જયસુખલાલભાઈ વ્યાસ, લાઈટ એન્ડ ગાર્ડન સમિતિના ચેરમેન
તરીકે અલ્પેશભાઈ રમેશભાઈ દરજી, શિક્ષણ અને સમાજ કલ્યાણ સમિતિના
ચેરમેન તરીકે હર્ષાબેન યોગેશભાઈ ચોટારા (સોરઠિયા), લાયબ્રેરી
સમિતિ ચેરમેન કુંદનબેન મનસુખભાઈ જેઠવા,
ટાઉનહોલ સમિતિના ચેરમેન તરીકે અજયાસિંહ નરપતાસિંહ ઝાલા, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે કિરણભાઈ મહાદેવભાઇ આહીર, ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન તરીકે સંદીપાબેન વસંતભાઈ સાકરિયા, સુવર્ણ જયંતી શહેરી વિકાસ યોજના સમિતિના ચેરમેન તરીકે આનંદભાઈ વિજયભાઈ પલણ,
નગર સમુદાય વિકાસ યોજના સમિતિના ચેરમેન તરીકે ડાયાલાલભાઈ મઢવી,
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના ચેરમેન તરીકે જયેશભાઈ બલદાણિયા,
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે તારાબેન પ્રકાશભાઈ રોશિયા અને અંજાર
નગરપાલિકામાંથી અંજાર એ.પી.એમ.સી. માટે ગિરીશભાઈ પરમારની સર્વાનુમતે નિમણૂક કરવામાં
આવી હતી. બેઠકમાં ઉપપ્રમુખ પરેશભાઈ માલસત્તર,
કારોબારી સમિતિ, શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી,
દંડક ગિરીશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાના
માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ કચેરી અધિક્ષક નરાસિંહભાઇ દાવા, ખીમજીભાઇ
પાલુભાઈ સિંધવ અને ગુંજનભાઈ પંડયાએ વ્યવસ્થા સંભાળી હતી.