લીડસ, તા. 16 : પાકિસ્તાન વિરુદ્ધની 64 રનની શક્તિશાળી વિજયથી આત્મવિશ્વાસથી
ઓતપ્રોત ભારતીય મહિલા ટીમ હવે ટી-20 વિશ્વકપના તેના અભિયાનને આગળ ધપાવવા બુધવારે નેધરલેન્ડ વિરુદ્ધ
મેદાને પડશે. ગ્રુપ-વનમાં ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે. ભારતને નેધરલેન્ડ
પછી બાંગલાદેશ, દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા
સામે રમવાનું છે. સેમિ ફાઇનલમાં ગ્રુપની ટોચની બે ટીમને જગ્યા મળવાની છે. આથી નેધરલેન્ડ
સામેની મેચમાં પણ ભારતીય મહિલા ટીમ મહાવિજયના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. કારણ કે
અંતમાં નેટ રન રેટ પર મહત્ત્વ ધરાવે છે. ભારતની ચિંતા ઓપનર શેફાલી વર્મા અને મીડલ ઓર્ડર
બેટર જેમિમા રોડ્રિગ્સનો નબળો દેખાવ છે. તેમની પાસે બિન અનુભવી ટીમ નેધરલેન્ડ સામે
ફોર્મ વાપસીની તક બની રહેશે. સ્મૃતિ, કપ્તાન હરમનપ્રિત અને ઋચાના
સારા ફોર્મથી ભારતીય ટીમ સંતુલિત દેખાવ કરી રહી છે. સ્પિન ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટીમની
એકસ ફેક્ટર છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.