ગાંધીધામ, તા. 26 : રાપરના દૂધ ડેરી વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે પકડી
પાડી રોકડ રૂા. 10,800 જપ્ત કર્યા હતા. રાપરના દૂધ ડેરી વિસ્તારમાં ત્રંબૌ જતા માર્ગ પાસે દિવાબત્તીના
અજવાળે ગતરાત્રે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા. તેવામાં બિલીપગે પોલીસ ત્રાટકી હતી
અને અહીંથી કિશન ભવન કોળી, મનસુખ માનસંગ કોળી, અજીત વાઘા કોળી, હરેશ નરશી કોળી તથા દેવા કરમણ કોળી નામના શખ્સોને
ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,800 હસ્તગત કરાયા હતા. જો કે,
એકેય પાસેથી મોબાઇલ કે અન્ય કોઇ મુદ્દામાલ મળ્યો ન હતો.