ગાંધીધામ, તા. 26 : જિલ્લામાં માર્ગ અકસ્માતના
બનાવમાં ચાર બનાવમાં ચાર માનવજીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી. માંડવી કોડાય હાઈવે ઉપર
વાહન હડફેટે બાઈક ચાલક યુવાન લહેરી નારણભાઈ મહેશ્વરી (નાની વિરાણી)નું તત્કાળ
મોત નિપજયું હતું. ભુજ તાલુકાના ખાવડા પાસે ટ્રેલર ડંમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાંસંદીપ
કુમારનું ગંભીર ઈજાઓથી મૃત્યુ નિપજયું હતુ. તો ભચાઉ તાલુકાના ચીરઈ પાસે રાહદારી યુવાન કમલેશ મોરારભાઈ કોલીનું અજાણ્યા વાહન
હડફેટે પ્રાણંપંખેરૂ ઉડી ગયું હતું. મુંદર તાલુકાના ધ્રબ નજીક ટ્રેલર હડફેટે જશવિરસિંહ સુનિલ કુમારનું
ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. માંડવી કોડાય હાઈવે ઉપર નર્મદા કેનાલ પાસે માર્ગ અકસ્માતનો
બનવા આજે સાંજે 4વાગ્યાના
અરસામાં બન્યો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે
પુર ઝડપે વાહન ચલાવીને બાઈકને હડફેટે લીધી હતી. હતભાગી બાઈક ચાલકને માથા સહીતના ભાગમાં
ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પુર્વે જ તેમનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતા માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ કેશવજીભાઈ રોસીયા,
કમલેશભાઈ શિરોખા, જગદિશભાઈ મહેશ્વરી (નાની વિરાણી), પ્રેમકુમાર ખાખલા (મેરાઊ તેમજ વાડી વિસ્તારના ખેડુતો
સહયોગી બન્યા હોવાનું અમારા કોડાયના પ્રતિનિધિ જીવરાજ ગઢવીએ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ ફરીયાદની તજવીજ ચાલુ છે. જીવલેણ માર્ગ અકસ્માતમાં બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
હતી. ભુજ તાલુકાના ખાવડા આર. ઈ પાર્ક પાસે
માર્ગ અકસ્માતનો બનાવ ગત પરોઢીયે 3.45 વાગ્યાના
અરસામાં બન્યો હતો. એન.એલ 0. 1 એ.જે. 4514 નંબરના પવનચક્કીના પાંખીયા
લઈ જતા ટ્રેલરના ચાલકે માટી ભરેલા ડમ્પરને
હડફેટે લીધું હતું. હતભાગી ડમ્પર ચાલકનું ગંભીર
ઈજાઓથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના
નાની ચીરઈ માસુ માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 25ના રાત્રીના 8 વાગ્યાના અરસામાં ફ્રીડમ પેટ્રોલ પંપ
સામે બન્યો હતો હતભાગી યુવાન મજુરી કામ કરીને
છોકરાઓ માટે ભોજન લઈને ઘરે પરત જતો હતો રસ્તો
પસાર કરતા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે
લીધો હતો. ગંભીર ઈજાઓથી યુવાને ઘટના સ્થળે
જ દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુંદરાના હીંદ સર્કલથી ધ્રબ જતા રોડ
ઉપર માર્ગ અકસ્માતનો બનાવ આજે બપોરના અરસામાં
બન્યો હતો. હતભાગી યુવાન જમીને પરત કામ ઉપર જતા હતાં. આ દરમ્યાન પુરપાટ છરઝડપે
આવતા ચાલકે હતભાગી યુવાને પાછળની હડફેટે લીધો હતો. હતભાગી યુવાન ઉપર ટ્રેલરના ટાયર
ફરી વળ્યા હતાં. માથા સહીતના ભાગમાં ગંભીર ઈજાઓથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પોલેસે ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે.