ગાંધીધામ, તા. 26 : 27 લાખ રૂપિયાનાં મૂલ્યનો ચેક
બેંકમાંથી પરત ફરતાં સર્જાયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં ગાંધીધામની અદાલતે આરોપી
પાર્થ સુરેશભાઈ ત્રિવેદીને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આ
કેસમાં ફરિયાદીને 27 લાખ વળતર
ચૂકવવા પણ આદેશ કરાયો હતો. આ પ્રકરણમાં ચંદ્રેશ શામળદાસ પટેલે આરોપી પાર્થ ત્રિવેદી
સામે આ કેસ દાખલ કર્યે હતો. કેસની સુનાવણી ગાંધીધામ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ
થઈ હતી. બને પક્ષને સાંભળી આધાર-પુરાવા તપાસી ચેક પરત ફરવા બદલ આરોપીને જવાબદાર ઠેરવી
તેને એક વર્ષની કેદની સજા સંભળાવાઈ હતી. ફરિયાદીના ચેકનાં મૂલ્યની રકમ રૂા. 27 લાખ વળતર પેટે ચૂકવવામાં
આવે તેવો આદેશ પણ આ ચુકાદામાં કરવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં ફરિયાદીના વકીલ તરીકે
ગાંધીધામના એચ.પી. ગઢવી રહ્યા હતા.